Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા નજીકના રાયસીંગપુરા ગામે બાલમશા બાવાની દરગાહના ઉર્સની ઉજવણી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીકના રાયસીંગપુરા ગામે હઝરત બાલમશા બાવાની દરગાહના વાર્ષિક ઉર્ષની આજરોજ ઉજવણી કરવામાં આવી. ઉમલ્લાના હબીબભાઈ ચૌહાણના ઘરેથી સંદલ શરીફ નીકળ્યુ હતું. સંદલ શરીફનું જુલુશ નીકળીને દરગાહ શરીફે પહોંચ્યુ હતું. આ પ્રસંગે રાજપિપલા સ્થિત હઝરત સૈયદ સૂબ્હાની બાવા તેમજ હઝરત સૈયદ અસગરઅલી બાવા ઉપસ્થિત રહ્યા હતા. દરગાહ શરીફ પર પરંપરાગત સંદલ શરીફ ચઢાવવામાં આવ્યુ હતું. ઉર્સ નિમિત્તે ન્યાઝ શરીફનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેનો શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો. ઉર્સ પ્રસંગે અકિદતમંદો ઉપસ્થિત રહ્યા હતા અને દરગાહ શરીફની જ્યારત (દર્શન) કરી હતી. ઉલ્લેખનીય છેકે આ સ્થળે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે અને હઝરતની મુબારક દુઆઓનો લાભ લે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અમરાવતી ખાડીમાં પ્રદુષિત પાણીથી હજારો માછલીઓનાં મરણ પછી પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનું “ હમ નહી સુધરેગેની નીતિ” આજે પણ આસપાસની ખાડીઓમાં પ્રદુષિત પાણી ઠલવાઈ રહ્યું છે.

ProudOfGujarat

સંસ્કૃતમાં પલાશ અને ગુજરાતીમાં ખાખરા તરીકે ઓળખાતો કેસૂડો ધૂળેટીનું પર્વ આવે ત્યારે અચૂક યાદ આવે,અનેકવિધ ઔષધીય ઉપયોગ ધરાવતા કેસૂડાના ફુલો વીના કેસૂડાના રંગોત્સવની ઉજવણી અધૂરી જ ગણાય…..

ProudOfGujarat

વાંકલ : ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાનું ગૌરવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!