Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં જિલ્લા ભાજપ દ્વારા ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજાઈ

Share

નડિયાદ  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા,સુસાશન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મમાં ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજાઈ હતી.
કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સહુ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી ખેડા જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓના સહકારથી થયેલી  નોંધપાત્ર કામગીરીની રૂપરેખા આપી હતી. આગામી  લોકસભાની ચૂંટણી માટે પણ કાર્યકરો કટિબદ્ધ રીતે કામ કરવા  તૈયાર છે એવી હૈયાધારણ આપી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓનું સ્વાગત સન્માન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે બી.એ પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો પૈકી નડીયાદ મંદિરના  કોઠારી સંત પૂ.સર્વમંગલ સ્વામી, આણંદ મંદિરના કોઠારી સ્વામી ભગવત ચરણ સ્વામી, અક્ષરનયન સ્વામી સહિત ઉપસ્થિત સર્વ સંતવૃંદનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ.સંત સર્વમંગલ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. નડિયાદમાં આકાર લેનારા નૂતન શીખરબદ્ધ  સ્વામિનારાયણ મંદિરની વિગતો આપી હતી. આ પ્રસંગે કેન્દ્રી સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ  ચૌહાણે ભાજપ સંગઠનના માધ્યમથી ભૂતકાળમાં જેમણે પોતાની રાજકીય કારકિર્દીમાં આશીર્વાદરૂપી મદદ કરી હતી  તેમને બિરદાવી સન્માનીય સ્મૃતિ કરો હતી.સહુ સંનિષ્ઠ કાર્યકર્તાઓ નો આભાર માન્યો હતો.

આ  પ્રસંગે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાંએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી.  કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આપણી સાચી સમસ્યા એ છે કે આપણને નબળો અને નમાલો વિપક્ષ મળ્યો છે.જે જુઠ્ઠાણું ફેલાવે છે અને એ પણ વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરે છે. ૧૪ વર્ષ પહેલાંની કોંગ્રેસની અને તેમના મળતીયાઓની સરકારમાં ભ્રષ્ટ આચાર સિવાય કઈંજ નહોતું. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગેસની બોટલો ઘેર ઘેર પહોંચ્યા. અગાઉ સાંસદને ગેસની માત્ર દસ કુપન મળતી હતી. નર્મદાના નીર ગુજરાતમાં ખેતરે ખેતરે પહોંચ્યા તેનો યશ નરેન્દ્રભાઈ મોદીની સરકારને જાય છે. ગ્રામ પંચાયતોને વિકાસ કામો માટે લાખો રૂપિયા સાથે સરપંચોને અધિકાર પણ આપ્યા. જેમાં પુરે પુરી વહીવટમાં પારદર્શિતા એ નરેન્દ્રભાઈ મોદી સરકારની સહુથી મોટી દેન છે. કોંગ્રેસે તેના કાર્યકાળમાં ખેડૂતોને કઈં જ નથી આપ્યું. આજે  ખેડૂતોને ખેડૂત સન્માનનિધિના નાણાં સીધા ખેડુતના ખાતામાં જમા થાય છે. કોરોના સામે પણ પણ દેશ અને દુનિયાના લોકોને રક્ષા કરવામાં પણ આ દેશના તબીબો, પાઈલોટો વગેરેએ જીવના જોખમે કામ કરી દવાઓ અને રસી પહોંચાડી છે. ભારત મદદ કરનારા દેશ તરીકે દુનિયામાં ઓળખાયો એનો યશ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતના  વિદ્યાર્થીઓને સહીસલામત લાવવાનું કામ ભારત સરકારે કર્યું છે.વિકાસના કામોએ દેશમાં હરણફાળ ભરી છે. રોડ, કૃષિ, આરોગ્ય તમામ ક્ષેત્રે ભારતમાં વિકાસ થયો છે તેમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારનું નોંધપાત્ર યોગદાન છે. પૂર્વ સાંસદ ડો.કે ડી  .જેસવાણી ખેડા વિભાગના  ધારાસભ્યો, સર્વ પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ, સંજયસિંહ મહિડા, રાજેશભાઇ ઝાલા, કિરીટસિંહ ડાભી, બાબુભાઇ જમનાદાસ પટેલ, પૂર્વ  ધારાસભ્યો, પ્રદેશ ભાજપ મંત્રી જાહનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ખેડા, અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય રિતેશ વસાવાએ નેત્રંગ તાલુકામાં બંને યોજનાનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું.

ProudOfGujarat

સુરત- ચકલીને બચાવતું ગ્રુપઃ ફર્નિચરમાંથી બચેલી પ્લાયનો ફાળો ઉઘરાવી બનાવે છે સ્પેરોવીલા

ProudOfGujarat

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!