Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા નિયમોનું ઉલંઘન કરતા લારી ગલ્લાવાળાને દંડ ફટકારાયો

Share

નડિયાદ પાસે પીજ ગામમાં તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા તમાકુ વિરોઘી જનજાગૃતી માટેની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમીયાન કુલ ૮ વ્યકિતઓ નિયમોનું ઉલંઘન કરતી માલૂમ પડી હતી. જેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા COTPA-૨૦૦૩  અંતર્ગત  પીજ ગામમાં તમાકુ નિયંત્રણ સેલ, વસો દ્વારા તમાકુ નિયંત્રણની કામગીરી, કાયદાની અમલવારી અને સામાજીક જનજાગૃતી માટે રેડનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ આરોગ્યશાખા, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ  વિભાગ, પંચાયત વિભાગના સંયુકત ઉ૫ક્રમે રેડ પાડવામાં આવી હતી. જેમાં લારી ગલ્લા ઉ૫ર સૂચક બોર્ડ મૂકેલા ન હોય તેવા લારી ગલ્લાવાળાને દંડ કરવામાં આવ્યો હતો. જેમાં COTPA-૨૦૦૩ અંતગર્ત વિવિઘ કલમ હેઠળ 8 કેસ કરાયા હતા. આમ સમ્રગ રેડ દરમીયાન સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ રેડની કામગીરી પીજના શાળા, બસ સ્ટેશન આજુબાજુનો વિસ્તારમાં કરવામાં આવી હતી. આમ આગામી દિવસોમાં પણ કલેકટર-નડીઆદના આદેશ મુજબ જનજાગૃતી માટે રેડ કરવામાં આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળના વાંકલ, ભીલવાડા અને શાહ ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષકે મુલાકાત લીધી

ProudOfGujarat

ટેમ્પોમાં સુરત આવતો ૯.૧૯ લાખનો દારૃ વ્યારાના વિરપુરમાં પકડાયો

ProudOfGujarat

પંચમહાલ : શહેરા બી.આર.સી ભવન ખાતે ટેકનોસેવી શિક્ષકોની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!