Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરા તાલુકામાં પતિના ખોટા વહેમના ત્રાસથી યુવતીએ પૂલ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું

Share

ઠાસરા તાલુકાના જેસાપુરા ગામની ૨૦ વર્ષીય યુવતીને પતિના ખોટા વહેમના ત્રાસથી રાણીયા પૂલ પરથી મોતની છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું છે. આ બનાવ અંગે ડાકોર પોલીસે જમાઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધાયો છે.

ઠાસરા તાલુકાના જેસાપુરા ગોલવાડ સીમ વિસ્તારમાં રહેતા ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ ચાવડાની ૨૧ વર્ષિય દીકરી ક્રિશ્નાના લગ્ન આજથી ત્રણ માસ અગાઉ સાવલીના નારા ગામે રહેતા કિર્તનસિહ સાથે થયા હતા. લગ્નના ૧૫ દિવસમાંજ જમાઈ કિર્તન દિકરી પર ખોટા વહેમ રાખી મારઝુડ કરતા હતા. દિકરીએ તેના પિતાને ફોન કરી પિયરમાં તેડી જવા કહી કહ્યું હતું કે પતિ ખોટા શક કરી કહે છે તે મારે તને રાખવાની નથી મારે બીજા લગ્ન કરી લેવા છે તેમ કહેતાં દિકરીએ પિતાને ફોન કરી મારી સાસરીમાં નથી રહેવું જેથી દિકરીના પિતા અને કુટુંબીજનો જઇ દીકરીને સાસરીમાંથી પિયરમાં તેડી આવ્યા હતા. આ દરમિયાન તા.૧૩ ને રોજ દિકરીએ રાણીયા મહીસાગર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. આ બનાવ અંગે ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ બળવંતસિંહ ચાવડાની ફરિયાદ આધારે ડાકોર પોલીસે જમાઈ કિર્તનસિહ જશવંતસિંહ પરમાર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : અજાણ્યા ઇસમે એક યુવકને માથામાં સિમેન્ટનો બ્લોક મારતા મોત નીપજ્યું.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી અને જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનનનો વિવાદ

ProudOfGujarat

ભરૂચમાં મૌન રેલી પહેલાં જ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની અટકાયત : રેલી શરૂ થાય તે પહેલાં પોલીસે અટકાવ્યા કોંગ્રેસીઓ, પોલીસ સાથે ખેંચતાણના દૃશ્યો; જિલ્લા પ્રમુખનો ભાજપ પર આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!