Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમમાં મકાનમાં આગ લાગતાં ઘરનો સામાન બળીને ખાખ

Share

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંકની બાજુના મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના સુત્રો તરફથી મળતી વિગત મુજબ મકાનમાં એક જ વ્યક્તિ રહેતો હતો, જે ઘટનામાં દોડીને બહાર આવી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને પગલે મકાનમાં ગાદલા, બેડ, સહિતની ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જે મકાનમાં આગ લાગી હતી, તેની બાજુમાં જ સ્ટેટ બેંકની શાખા આવેલી છે. સારી બાબત એ રહી કે આગ વધુ ફેલાઈ ન હતી અને બેંક સુધી પહોંચી ન હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચના નેત્રંગ ખાતે લાલ મંટોડી શાળાના ધાબા પરથી પટકાતા એક આધેડનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માંથી શંકાસ્પદ મટીરીયલ સાથે એકને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ*

ProudOfGujarat

નડિયાદ તાલુકાનાં જોરાપુરામાં કાદવવાળા રસ્તે ટેન્કર ફસાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!