Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ફેસબુક મારફતે આધેડ ચોથું લગ્ન કરવા જતાં ગઠિયાના ઝાસામાં આવી જતાં છેતરાયા

Share

તોરણા ગામના ૪૬ વર્ષીય આધેડ દીકરીની સાર સંભાળ માટે ચોથું લગ્ન કરવા જતાં છેતરાયા છે. લગ્ન માટે મહિલાના ફોટા બતાવી વાતચીત કરાવી જુદી જુદી રીતે રૂપિયા ૧.૪૦ લાખ ઓનલાઇન પડાવી લીધા, વધુ નાણાંની માંગણી કરતા સમગ્ર મામલે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કપડવંજ તાલુકાના ગામે રહેતા આધેડ પોતે ખેતીકામ કરે છે. તેઓના અગાઉ ત્રણ લગ્ન થયા હતા. જેમાંથી બે પત્નીના આકસ્મિક અવસાન તો અન્ય એક પત્ની આધેડના ઘરેથી તેણીના ઘરે જતી રહી હતી. તો આધેડને આ ત્રણ પૈકી બીજી પત્ની થકી સંતાનમાં એક દીકરી છે જે હાલ ૧૫ વર્ષની છે. આ આધેડ પોતાની કિશોર વયની દીકરીની સાર સંભાળ માટે ચોથા લગ્નની તલાશમાં હતા. તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ મારફતે બાયોડેટા ભરેલ હતો જે બાબતની રીકવેસ્ટ મોકલી હતી.

૪ જુને રીકવેસ્ટના આધારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં કહ્યું કે હુ કલકત્તા નારાયણ સેવા સંસ્થામાંથી બોલું છું એક લડકી અનાથ હૈ ઉસસે રિસ્તા કરના હૈ આધેડે ​​​​​​રીસપોન્સ આપતાં વધુમાં આ વ્યક્તિએ કહ્યું કે ઉસકે લિયે તુમ્હે રજીસ્ટ્રેશન કરવાના પડેગા તેમ કહી સૌપ્રથમ ૧૫૫૦ રૂપિયા ઓનલાઇન ભરાવડાવ્યા હતા. ત્યારબાદ તેણે જુદા નંબરથી વોટ્સએપ મારફતે ૭ થી ૮ છોકરીઓના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. જેમાંથી આધેડે મનીષાકુમારી નામની મહિલાની પસંદગી કરી હતી. મનીષાકુમારીનો નંબર મોકલી આપ્યો હતો. આધેડ અને  મનીષાકુમારી નામની મહીલા બંને અવારનવાર વાતચીત કરતા હતા ત્યારબાદ ફ્રોડ ટોળકીએ આધેડના ​​​​​​​મોબાઈલ નંબરના વોટ્સએપ પર લગ્ન રજીસ્ટ્રેશન અને મેરેજ સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન સહિતના ખોટા આધારભૂત વગરના પ્રમાણપત્રો મોકલી આપી વિશ્વાસ કેળવ્યો હતો અને જેથી વિશ્વાસ બેસતા આધેડ સાથે આ ટોળકીએ કાવતરું રચ્યું અને અલગ અલગ બહાના હેઠળ જુદા જુદા નંબરો મારફતે આ આધેડને ફોન કરી મેરેજ સર્ટીફીકેટ પોલીસ વેરિફિકેશન કરવાવા બાબતે છોકરીના કપડા તથા તૈયાર કરવા બાબતે સામાન લાવવો પડશે જેવા બહાના ધરી જુદીજુદી તારીખો દરમિયાન કુલ રૂપિયા ૧ લાખ ૪૦ હજાર ૯૫૦ ઓનલાઇન જુદાજુદા નંબર પર ફોન પે મારફતે પડાવી લીધા હતા. વધુ નાણાં માંગતા આધેડે કહ્યું તમે છોકરીને તો મોકલી આપતાં નથી મારી પાસે હવે નાણાં નથી અને છેલ્લે પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં તેઓએ આ મામલે આજે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ૫ જુદા જુદા મોબાઈલ ધારકો અને આ મનીષાકુમારી નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગામના ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!