Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ.

Share

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી વિભાગ દ્વારા તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ‘હિન્દી દિવસ ‘તરીકે મનાવવામાં આવ્યો. આ હિન્દી દિવસ તરીકે ‘અતિથિ વ્યાખ્યાન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ ડો. મહેન્દ્રકુમાર દવે સર, અતિથિ વ્યાખ્યાતા સુરેશભાઈ ઝાલા, હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. રાની મેડમ, ડો. કલ્પનાબેન ભટ્ટ અને ડો. ચિરાગભાઈ પરમાર ઉપસ્થિત હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીને ડો.રાની મેડમે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હિન્દી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી દિવસ પર વિચારો રજૂ કરવામાં આવ્યા. અતિથિ વ્યાખ્યાતા સુરેશભાઈએ હિન્દી દિવસ પર મનનીય વ્યાખ્યાન આપ્યું.  સુરેશભાઈ કોલેજના જ ભૂતપૂર્વ હિન્દી ભાષાના વિદ્યાર્થી અને ગોલ્ડ મેડાલિસ્ટ હતા. આથી તેમણે કોલેજ પ્રત્યે અને હિન્દી ભાષા પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો. જેમાં હિન્દીની રાજભાષા તરીકેની યાત્રા, હિન્દી સાહિત્યકારોનું તેમાં યોગદાન, હિન્દી વિષય પર રોજગારી જેવા અનેક વિષયો પર જ્ઞાન વર્ધક  વ્યાખ્યાન આપ્યું.  કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના આચાર્ય  ડો. મહેન્દ્રકુમાર દવે સરે હિન્દી ભાષાની સજગતા તેમજ હિન્દી ભાષા પ્રત્યે ની સંવેદના વ્યક્ત કરી. ડો.રાની મેડમે હિન્દી ભાષા પ્રત્યે પોતાના વિચારો રજૂ કર્યા અને હિન્દી સાહિત્યના ઇતિહાસમાં હિન્દી ભાષાનું સ્થાન પ્રસ્તુત કર્યું. અંતે ડૉ. કલ્પનાબેન ભટ્ટે આભાર વિધિ રજૂ કરી અને અતિથિ વ્યાખ્યાતાનો આભાર માન્યો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ ના કસક ગરનાળા વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક ટ્રેલર ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ખાનગી કંપનીમાંથી હજારોના સ્ટ્રાકચર સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

સુરત પુણા વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ સાથે ચાર ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!