Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પુણા વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ સાથે ચાર ઝડપાયા

Share

અસલી નોટ બતાવી ડુપ્લિકેટ નોટ પકડાવીને ઠગાઈ કરતા ઠગાઈનો કોઈ ભોગ બને તે અગાઉ પોલીસે ઠગોને ઝડપ્યાં.
સુરતઃપુણા ગામ વિસ્તારમાંથી પોલીસે ચાર ઠગોને ઝડપીને તેમની પાસેથી બે કરોડની ડુપ્લિકેટ નોટ કબ્જે કરી હતી. પકડાયેલા ઠગો અસલી નોટ બતાવીને નકલી નોટના બંડલ પકડાવી દઈ ઠગાઈ કરે તે અગાઉ જ પોલીસે ચારેયને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.ચિલ્ડ્રન બેંકની નોટોનો ઉપયોગ કરતાં પકડાયેલા ચાર ઠગો નોટોના બંડરના ઉપરના ભાગે અસલી અને નીચેના ભાગે ચિલ્ડ્રન બેંકની નોટો મુકી દેતા જેથી રૂપિયાનું બંડલ અકબંધ લાગે. આ રીતે ઠગાઈ કરતાં અને મુંબઈથી આવતાં ચાર ઠગોને પુણા પોલીસે ઝડપી લીધા હતાં. પુણા પોલીસે આશરે બે કરોડની નકલી અને 38 હજારની અસલી નોટ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યાં હતાં. એક જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરતાં આરોપીને ઝડપી પાડ્યાં હતાં.

Advertisement

Share

Related posts

કુકરવાડા ગામે વરઘોડાને હોર્ન મારવા મુદ્દે બે જૂથી વચ્ચે ધિગાણું

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે મેગા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા : અવિધા ગામે લગ્નમાં જમતી વખતે પોતાની વાતો કરતા હોવાનો શક રાખી મારામારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!