Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ડીડીયુ ફાર્મસી ફૅકલ્ટી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની  ઉજવણી કરાઈ

Share

નડિયાદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીમાં ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રોગ્રામના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પોસ્ટર કોમ્પિટિશન અને સ્કીટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કીટનું આયોજન વી. એમ. ભગત એન્ડ એસ. સી. સોનાવાલા હાઈસ્કૂલ, નડિયાદમા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ સામે રજુ કરવામાં આવ્યું હતું. પોસ્ટર કોમ્પિટિશનમાં લગભગ ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રોગ્રામના ભાગરૂપે નડિયાદની એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજના ડો. જ્વલિત મહેતા એ વિધાર્થીઓને ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરવા બાદલ અભિનંદન આપ્યા હતા, તેમજ જજ તરીકેની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યક્રમની સફળ કામગીરી ફૅકલ્ટીના ડીન ડો. તેજલ સોની અને ડો. બી. એન. સુહાગિયાના માર્ગદર્શન હેઠળ ડો. માનસી ધોળકિયા અને ડિનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

તમિલનાડુમાં ભીમરાવ આંબેડકરનું કરી દીધું ભગવાકરણ, પોસ્ટર લગાવવા પર બબાલ

ProudOfGujarat

ભરૂચ જાગેશ્વર ગામ ના આઢેર ની રિલાયન્સ કંપની ના ગેટ પર પરીવાર સાથે આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી…….

ProudOfGujarat

વડોદરામાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે સાયકલ રેલી : પોલીસ સાથે કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!