Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના ગામોમાં આયુષ્માન સભા યોજવામાં આવી.

Share

ખેડા કલેકટર કે.એલ.બચાણી અને માન જીલ્લા વિકાસ અઘિકારી શિવાની અગ્રવાલ ગોયેલનાં માર્ગદર્શન હેઠળ જીલ્લાના ૨૯૫ ગામોમાં આયુષમાન સભા યોજવામાં આવી.હતી.

આ સભામાં નીચે મુજબની પ્રવૃતિ કરવામાં આવી હતી. આયુષ્માન કાર્ડનું વિતરણ અને પ્રદર્શન કરવામાં આવ્યુ. પાત્રતા ઘરાવતા લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી. PM-JAY હેઠળ સારવાર મેળવનાર લાભાર્થીઓની યાદીથી લોકોને માહીતગાર કરવામાં આવ્યા. PM-JAY હેઠળ વિસ્તારની સૂચિબદ્ધ હોસ્પિટલોની યાદી જાહેર કરવામાં આવી. એનસીડી, સંચારી સેવાઓ અને ટીબી જેવી બિમારીની  નાબૂદી અને આભા આઈડી બનાવવાની સુવિધા વિશે જાગૃતિ લાવવા માટે વિશેષ આરોગ્ય ચર્ચાઓ કરવામાં આવી. આરોગ્ય વિભાગની સામાજિક જવાબદારી સુનિશ્ચિત કરીને આરોગ્ય સેવાઓ સંબંધિત તેમના મુદ્દાઓ અને ચિંતાઓ વ્યક્ત કરવા માટે સમુદાય માટે આ આયુષમાન સભા એક પ્લેટફોર્મ બન્યુ. દંતકથાઓ અને અંધશ્રઘ્ધાઓને સંબોધિત કરી સર્વગ્રાહી અભિગમ દ્વારા રોગ અટકાયત વિશે ચર્ચા કરવામાં આવી. સદર સભામાં જીલ્લાના માન ૫દાઘિકારીઓ, જીલ્લા તાલુકાના આરોગ્ય અઘિકારીઓ,અન્ય વિભાગના અઘિકારી/કર્મચારી તથા સુ૫રવાઈઝર વગેરે હાજર રહી સભાને સફળ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સચિન બંસલના નાવી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડે એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું : ફંડનો ખર્ચ ગુણોત્તર સૌથી ઓછો છે, આ ફંડ હવે સબ્સ્ક્રીપ્શન્સ માટે ખુલ્યું.

ProudOfGujarat

વાંકલ ગામ ના મંદિર ફળિયા માં તોતિંગ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા મકાન અને રિક્ષાનો ખુરદો બોલી ગયો.

ProudOfGujarat

આખા વિશ્વમાં ડ્રગ્સ હેરાફેરી કરવા ગુજરાત સેન્ટર પોઈન્ટ..? : તપાસમાં દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન મળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!