Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરામાં જુગારીયાઓ પોલીસથી બચવા આઈસર ટ્રક રસ્તાઓ પર દોડાવી જુગાર રમતા ઝડપાયા

Share

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ ગઇ કાલે રાત્રે ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઠાસરા શહેરમાં આવેલ આશાપુરી મંદિર સામેની રેલવે ફાટક  પાસેથી પસાર થતી આઈસર ટ્રકને શંકાના આધારે પોલીસે કોર્ડન કરી અટકાવી હતી જેમાં પાછળ બેઠેલા ૨૫ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આઈસરમાં તપાસ કરતા ટ્રકમાં જુગારની મહેફિલ જામી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસે તમામ ઈસમોની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ હસમુખભાઈ ઉર્ફે લાલો રમણભાઈ પંડ્યા, મંગળભાઈ ઉર્ફે લાલો મણીભાઈ બારૈયા, મહેશભાઈ પ્રતાપભાઈ સોલંકી, ગુણવંતભાઈ ભીખાભાઈ ખાંટ, ધ્રુવ ઉર્ફે ભલી રાજેન્દ્રભાઈ પટેલ, જનકભાઈ મફતભાઈ બારૈયા, સંતોકભાઈ ઉદાભાઈ પરમાર, ફિરોજમિયા મુસ્તુફામિયા મલેક, રાજેશભાઈ ભવાનભાઈ પરમાર, વિજય કુમાર રાયસીંગભાઇ સોલંકી, જાવેદ શાહ ઉર્ફે ભયલુ ફિરાશા દિવાન, આકાશભાઈ ઉર્ફે રાહુલ નરેશભાઈ પરમાર, મહેશભાઈ જાલમસિંહ ધાકડ, કાળીદાસ છગનભાઈ સોલંકી, સમીરભાઈ સફીમહમ્મદ મન્સૂરી, વિજયભાઈ છોટાભાઈ સોલંકી, દીપકભાઈ મોતીભાઈ ડાભી, આનંદકુમાર દાઉદભાઈ પરમાર, રમેશભાઈ ઉકાભાઇ બારૈયા, સંજયભાઈ મનુભાઈ સોલંકી, સલમાનખાન મહેબૂબખાન પઠાણ, મનોજકુમાર મણીભાઈ પરમાર, બોબીકુમાર બાબુભાઈ પટેલ, અબ્દુલરજાક ઉર્ફે ફેજલ કાદરભાઈ મનસુરી, ટ્રક ચાલક ગોવિંદભાઈ પ્રભાતભાઈ સોલંકી (તમામ રહે.રૂદણ, તા.મહેમદાવાદ) અને દીપકકુમાર ઉર્ફે કાભાઈ ભરતભાઈ પરમાર (રહે.હીરાપુરા, કારોલી, મહેમદાવાદ) હોવાનું પોલીસને જણાવ્યા છે . પોલીસે આ બનાવમાં દાવ ઉપરના રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂપિયા ૪ લાખ ૪૭ હજાર ૪૯૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર- ફોરવીલ ગાડી ની ૫૫ લીટરની ડીઝલ ટેન્કમાં ૫૮ લીટર ડીઝલનું બિલ બનાવતા પેટ્રોલ પંપ વિવાદમાં…

ProudOfGujarat

સુરતમાં યુવતીનું જાહેર માર્ગ પર ગળું કાપી હત્યાના વિરોધમાં કરજણમાં કેન્ડલ માર્ચ યોજી પુષ્પાંજલિ અર્પિત કરાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં રૂા.૧૩ કરોડથી વધુ ૨કમના વિકાસના કામોનું ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ખાતમુહુર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!