Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકનાર ઇસમને જેલ હવાલે કરતી નડિયાદ પોલીસ

Share

ગણપતિ વિર્સજન તથા ઇદે મિલાદનો તહેવાર હોય જેથી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ મુકનાર ઇસમો ઉપર સતત નજર રાખવામાં આવેલ હતી. દરમ્યાન એક ઇસમ ધ્વારા લોકોની ધાર્મિક લાગણી દુભાવે તેમજ કામી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકવામાં આવેલ હતી. જેથી પોસ્ટ મુકનાર ઇસમ વિરુધ્ધ નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આરોપી જયેશભાઇ ફતેસિંહ પરમાર રહે.પીપળાતા ગાંધીપુરા નડિયાદનો હોવાનું જણાતા આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટમાંથી આરોપીનું જેલ વોરંટ ભરી આપતા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં પણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની એક ટીમ દ્વારા સતત સોશ્યલ મીડીયા પર વોચ રાખવામાં આવે છે અને કોઇ કામી વૈમનસ્ય ફેલાવનાર ઇસમો ભવિષ્યમાં મળી આવશે તો તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લીંબડીમાં ખોડીયાર માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

ભરૂચ નગરમાં માસ્કનું DYSP દ્વારા વિતરણ કરી પોલીસ તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા અંગે અપીલ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!