Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શારિરીક માનસિક ત્રાસ ગુજારતા પીડીતાએ પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી

Share

કઠલાલ તાલુકામાં રહેતી ૨૦ વર્ષિય યુવતીના પુનઃ લગ્ન સાત માસ અગાઉ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અહમદપુરા ગામે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના એકાદ માસ પછી સાસરીયાઓનો ત્રાસ સામે આવ્યો હતો. જેમાં પતિ તેણીને કહેતો કે, તને ખાવાનુ બનાવતા તેમજ કપડા ધોતા નથી આવડતું એટલે તારે આ કામ કરવું નહીં. ઉપરાંત તારે ખેતરમાં કામ કરવા જવાનુ છે કહી, ઘરમાં પતિ મારઝૂડ કરતો હતો. અને કહ્યું કે, મારે મોટરસાયકલ લાવવાનું છે તે માટે તારા પિતાના ઘરેથી રૂપિયા ૫૦ હજાર લઈ આવ તો જ તને ઘરમાં પેસવા દઈશું તેમ કહી ત્રાસ વર્તાવતો હતો. તો વળી સાસુ પણ ઘરના કામકાજ બાબતે તેણીની સાથે ઝઘડો કરતા હતા અને તારે ખેતરનું જ કામ કરવાનું છે તારે કોઈના પણ ઘરે બેસવા જવાનું નહીં તેમ કહી ત્રાસ આપતા હતા. તો સસરા પણ તેણીની સાથે ઝઘડો કરતા હતા. આ ઉપરાંત જેઠ પણ ખોટી ચઢામણી કરી પીડીતાને માર ખવડાવતા હતા.

પીડીતાનો ભાઈ તેણીના સાસરે આવતા સાસુએ કહેલ કે તારા ભાઈ માટે ચા બનાવી દે તેમ કહી સાસુએ પોતાની પુત્રવધુનું ગળુ દબાવી મારઝુડ કરી હતી. જે બાદ પાંચ જુનના રોજ સાસરીના લોકોએ પીડિતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ પીડીતાએ નડિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી આપ્યા બાદ પોલીસે બંને પક્ષોના વડીલોને બોલાવી કાઉન્સિલિંગ કરી સમજાવી સમાધાન કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ સમાધાન ન થતા છેવટે પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને જેઠ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર–મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, અંદાજે 50 યુનિટ બ્લડ એકત્ર

ProudOfGujarat

રાજપીપલા કસ્બાવાડ મન્સૂરી મહોલ્લામા ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો,.

ProudOfGujarat

અર્બન હેલ્‍થ મિશન અંતર્ગત વર્કશોપ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!