Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં કાપડના વેપારીએ એપ્લીકેશનમાં અલગ અલગ ટાસ્કાના બહાને રૂપિયા ૨૧.૨૯ લાખ ગુમાવ્યા

Share

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતા કાપડના વેપાર  ચીરાગભાઈ ભરતકુમાર ચાવલા ગત જુલાઈ માસમાં વેપરના કામે નડિયાદથી વડોદરા ટ્રેનમાં જઈ રહ્યા હતા.  દરમિયાન એક અજાણી વ્યક્તિના સંપર્કમાં આવ્યાં અને પોતાના મોબાઈલ ફોનમાં નાણાં મેળવવાની લાલચમાં આવી એક ઇન્વેસ્ટમેન્ટની  એપ્લીકેશન મારફતે એકાઉન્ટ બનાવ્યું હતું. બીજા દિવસે આ એકાઉન્ટ ઓપન કરતાં તેમા જુદા જુદા ટાસ્ક મારફતે રૂપિયા મળશે તેવુ હતુ ચીરાગભાઈએ વારાફરતી જુદાજુદા દિવસો દરમિયાન આ એપ્લિકેશનમા કુલ રૂપિયા ૨૧ લાખ ૨૯ હજાર ૩૪૨ રોક્યા હતા. જેના સ્ક્રીન સોર્ટ પણ આ એપ્લિકેશનના ચેટ બોક્ષ પર અપલોડ કર્યા હતા. ત્યારબાદ મળવાપાત્ર રકમ ન મળતા અને છેલ્લા પાંચ એક દિવસથી આ એપ્લિકેશન બરાબર કામ ન કરતી હોવાથી ચિરાગભાઈ પરેશાન થઇ ગયા  હતા. બીજી તરફ ચિરાગભાઈ  મોટી રકમ મિત્ર પાસેથી લીધેલ હતી અને આ એપ્લિકેશન મારફતે પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતાં આ મામલે આજે તેઓએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઈન્દોરથી પુણેની બસ નર્મદા નદીમાં પડી, 13 ના મોત, 15 ને બચાવી લેવાયા.

ProudOfGujarat

બીલીમોરા :રાજ્યમા દારૂબંદીના કડક અમલ વચ્ચે બીલીમોરા બંદરે દરિયાઈ માર્ગે બોટ મારફત વહન કરી લવાતો દારૂ ઝડપી પાડી 5ને વોન્ટેડ જાહેર કરતી સુરત રેન્જ આઈ.જી…

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાં રાત્રિનાં સમયે મકાનનાં ધાબા ઉપર પત્તાપાનાનો જુગાર રમતાં ૬ જુગારિયાઓ પોલીસ રેડમાં ઝડપાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!