Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં નવિન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં નગરયાત્રા નીકળી

Share

નડિયાદના પીપલગ રોડ પર બીએપીએસ સંસ્થાનનું નવિન મંદિર આકાર પામ્યું છે. ત્યારે પહેલી ડિસેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપલક્ષ્યમાં આજે બુધવારે નગરયાત્રા નું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો, સ્વયંમસેવકો ઉમટી પડ્યા છે. આવતીકાલે ગુરુવારના શુભદિને દબદબાભેર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેનાર છે. સાંજે મૂર્તિ પ્રતિષ્ઠા અને પ્રમુખસ્વામી મહારાજ જન્મ જયંતિ સભા યોજનાર છે.

નડિયાદનું નવલું અને નમણું નજરાણું સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આગવું સ્થાન ધરાવતું ચરોતરના ચોકમાં વસેલું નડિયાદ એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદથી અગિયાર વખત પ્રસાદીભૂત થયેલી ભાગ્યવંતી ભૂમિ. આ શહેરમાં યોજાયેલી ભગવાન સ્વામિનારાયણ અને બિશપ હેબરની મુલાકાત તો કેવળ સંપ્રદાય જ નહીં, પરંતુ ગુજરાતના ઇતિહાસની એક તેજસ્વી તવારીખ બની ગઇ. તેઓના પગલે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજે અહીં કથાવાર્તાના મેઘ વરસાવ્યા. આ અમૃતહેલીને અકબંધ રાખતા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીં પારાયણોની પરંપરા સર્જી છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ૭૭માં જન્મજયંતી મહોત્સવનો અહોભાવ હજુ નગરવાસીઓ ભૂલી શકતા નથી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અહીં મંદિર અને છાત્રાલય નિર્માણ સાથે ફુલદોલોત્સવ, શ્રીહરિ જયંતી, રક્ષાબંધન, દીક્ષા સમારોહ જેવા કંઇક ઉત્સવોની ઉજવણીથી સમગ્ર નગરને દિવ્યતાના તરંગોથી તરબતર કરી મૂક્યું, આ દિવ્યતાને સદીઓ સુધી નડિયાદમાં પ્રસરતી રાખવા માટે શહેરની શોભા સમાન ગગનચુંબી નૂતન મંદિરનો પાયો નડિયાદમા સ્થાપ્યો છે. આ પાયા પર પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી સત્સંગીઓની સેવા-સમર્પણના સ્તંભ ખડા થયા, તો સંપ-સુહૃદભાવના શિખર રચાયાં. તપ-ત્યાગનાં તોરણ, કલા-કૌશલ્યની કમાનો તથા જ્ઞાન-ધ્યાનની ઘુમ્મટઘટાથી ઓપતું આ નવનિર્મિત પંચશિખરીય મંદિર એટલે જ નડિયાદનું નવલું અને નમણું નજરાણું.ભારતની પરંપરાગત સ્થાપત્યશૈલી અનુસાર રચાયેલા આ મંદિરમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રી નીલકંઠવર્ણી સહિત ગુણાતીત ગુરુપરંપરા અને દેવો-અવતારોના અર્ચાસ્વરૂપોની પ્રાણપ્રતિષ્ઠા ૭ ડિસેમ્બર, ૨૦૨૩, વિ. સં. ૨૦૮૦, કાર્તિક વદ દશમ, ગુરુવારના શુભ દિવસે ગુરુહરિ શ્રી મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી થનાય છે.

આ ઉપલક્ષ્યમાં આજે વિરાટ નગરયાત્રા નીકળી હતી. બપોરે ૩ કલાકે નડિયાદ નગરપાલિકાથી નિકળેલી નગરયાત્રામા નગરજનોની સાથે સાથે ભાવિકો જોડાયા હતા. આ નગરયાત્રા નગરપાલિકાથી સરદારની પ્રતિમા થઈ સંતરામ રોડ, પારસ સર્કલ થઇને વાણીયાવાડ અને ત્યાંથી પીપલગ રોડ પર આવેલ યોગી ફાર્મ નવિન મંદિર ખાતે પહોંચી હતી. બગી, ટ્રેક્ટર, બેન્ડ વાજા, આદિવાસી નૃત્ય, ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રા અંદાજીત 1 કીમી લાંબી હતી. સંતોની પણ હાજરી રહી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ અભિયાન…

ProudOfGujarat

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

ProudOfGujarat

પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ ટાળવા વેપારીઓ અને નગરપાલિકાતંત્ર વચ્ચે મિંટીગ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!