Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૩૦૫ મિ.મિ વરસાદ નોંધાયો : તિલકવાડા તાલુકામાં અઢી ઇંચ વરસાદ.

Share

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૬૦ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૦૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે ગરૂડેશ્વર તાલુકામાં–૧૪ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૧૦ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકો-૦૯ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૩૦૫ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લાતમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-૪૮૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે દેડીયાપાડા તાલુકો-૩૮૬ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૩૦૨ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૯૯ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-૧૫૬ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

Advertisement

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૫.૧૫ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૭૨ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૪.૨૫ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

લીંબડીમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઉમરપાડામાં યુવકનું અપહરણ કરી મારપીટ: ચાર સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

Dahod district panchayat president wise president election AVBB kalpesh Damor

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!