Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની ઉજવણી કરાઈ : ૨૫૦ કિમી ની સાયકલ યાત્રા કરી “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” નો સંદેશો અપાયો

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની ઉજવણી કરાઈ : ૨૫૦ કિમી ની સાયકલ યાત્રા કરી “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” નો સંદેશો અપાયો

પ્રધાનમંત્રીશ્રીના “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ”ની જાગૃત્તિ માટેની સાયકલ રેલીને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અપાયુ ફલેગ ઇન : એરફોર્સ પરિવારના પાયલોટ સહિત ૫૫ જેટલા સભ્યોએ રેલીમાં લીધેલો ભાગ

Advertisement

કેવડીયા ખાતે એરફોર્સના બેન્ડની મધુર સુરાવલીની ધુન સાથેના દેશભક્તિના ગીતોની ગુંજ વચ્ચે એર માર્શલ એસ.કે.ઘોટીયા દ્વારા સાયકલ વીરોના ભવ્ય સ્વાગત સાથે રેલીનું સમાપન : સાયકલ વીરોના અભિવાદના સાથે કરાયા પ્રોત્સાહિત

રાજપીપલા : આરીફ જી કુરેશી

ભારતીય વાયુ સેના દ્વારા સ્વાક ૮૭ માં એરફોર્સ-વાયુસેના દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરથી વાયુસેનાના પાયલોટ સહિતના અધિકારીઓ, જવાનો અને વાયુસેનાના પરિવારની સંગીનીઓ સાથે ગાંધીનગરથી પ્રધાનમંત્રીના “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ”નો સંદેશો આપતી સાયકલ રેલી આજે સાંજે સુમારે ૪:૦૦ કલાકે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ એર ઓફિસર કમાન્ડીંગ- ઇન-ચીફ વિશિષ્ટ સેવા મેડલ એસ.કે.ઘોટીયા દ્વારા સાયકલ વીરોનું ફલેગ ઇન કરી આ ૨૫૦ કિ.મીની સાયકલ યાત્રાનું સમાપન થયું હતુ.

એરમાર્શલ બી.એસ.ક્રિષ્નાના નેતૃત્વ હેઠળ ગાંધીનગરના વાયુ શક્તિનગર ખાતેથી તા. ૭ મી ઓક્ટોબરે પ્રસ્થાન થયેલી એરફોર્સના જવાનોની આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ તંદુરસ્ત અને માનસિક રીતે સ્વસ્થ રહેવાનો સંદેશો ફેલાવવાની સાથે વ્યાપક લોકજાગૃત્તિ કેળવવાનો રહ્યો છે.

માધ્યમો સાથેના સંવાદમાં એર કમાન્ડ એર ઓફિસર કમાન્ડીંગ- ઇન-ચીફ વિશિષ્ટ સેવા મેડલ એસ.કે.ઘોટીયાએ જણાવ્યું હતું કે, આજે ભારતીય વાયુસેના દ્વારા ૮૭ મા એરફોર્સ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરાઇ છે. પ્રધાનમંત્રીશ્રીની “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ” અંતર્ગત એરફોર્સના પાયલોટ સહિતના અધિકારીઓ,જવાનો અને પરિવારના સભ્યો સાથેની આ સાયકલ રેલીમાં ભાગ લેનાર સાયકલ વીરો આશરે ૨૫૦ કિ.મીનું અંતર કાપીને અહીં SOU ખાતે તેનું સમાપન કર્યું છે. સમાન્ય રીતે ૧૫૦૦ કિ.મી ની રફતાર સાથે એરફોર્સના વિમાનોનું ઉડાન કરતાં આ પાયલોટોએ ૧૫ કિ.મીની રફતારની સાયકલ યાત્રા કરી છે, ત્યારે આ જવાનો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ કોઇપણ કામગીરી સક્ષમતાથી પૂર્ણ કરવાની પ્રતીતિ કરાવી જાય છે.

તા. ૮ મી ઓક્ટોબર, ૧૯૩૨ ના રોજ ઉમદા હેતુ સાથે ભારતીય હવાઇદળ એક જબરદસ્ત દળ તરીકે વુધ્ધિ પામ્યું છે અને વિશ્વમાં ચોથા મોટા હવાઇદળ તરીકે તેની ગણના થાય છે. કાર્યક્ષેત્રની શ્રેષ્ઠ કુશળતા અને મૂળભૂત યોગ્યાતાઓ હાંસલ કરવા ઉપરાંત IAF દ્વારા હવાઇદળના તમામ યોધ્ધાઓને વિવિધ સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

એરમાર્શલે તેમના વક્તવ્ય દરમિયાન તમામ સહભાગીઓની પ્રશંસા કરતા કહ્યું હતું માત્ર બે દિવસમાં આટલા લાંબા અંતર સુધી સાઇકલિંગ કરવાની સિદ્ધિ હાંસલ કરવી એ દરેક સહભાગીઓની સહનશક્તિ, ક્ષમતા અને લક્ષ્ય હાંસલ કરવાના જુસ્સાનો પુરાવો આપે છે. તેમણે દૃઢતાપૂર્વક કહ્યું હતું કે, સાહસિક પ્રવૃત્તિઓ દરમિયાન આવા ગણતરીપૂર્વકના જોખમો લેવા એ સૈન્ય તાલીમની નીતિના મહત્વપૂર્ણ હિસ્સાની રચના કરે છે. અંતમાં તેમણે તમામ સહભાગીઓને સન્માનિત કર્યા હતા.

તેમણે તમામ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા કે સાઇકલિંગથી સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી સાહસોમાં ભાગ લેવાની તક મળે છે જે આપણા આધુનિક ક્લાઇમેટ ચેન્જના સમયમાં અત્યંત સાંદર્ભિક છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, સાઇકલિંગ કોઇપણ વ્યક્તિને પોતાની સહનશક્તિ અને ટકાઉ ક્ષમતાની કસોટી કરવાની તક આપે છે અને તેમનું મનોબળ તેમજ જીતવાનો જુસ્સો વધારે છે. વધુમાં તેમણે પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ભારતીય હવાઇદળ વિવિધ સ્તરે પોતાના અધિકારીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓના આયોજનને પ્રોત્સાહન આપે છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. IAF સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા, ભાઇચારો અને ટીમ ભાવના તેમજ શૌર્યના ગુણો બતાવવાનો અને તેમાં વધારો કરવાનો પ્રયાસ કરે છે કારણ કે લડાયક દળ માટે આ સૌથી પાયાના ગુણો છે.

ગુજરાત પ્રવાસન નિગમના સિનીયર અધિકારીશ્રી કે.એલ.એન્ટોનીએ એર કમાન્ડ એર ઓફિસર કમાન્ડીંગ-ઇન-ચીફ વિશિષ્ટ સેવા મેડલ એસ.કે.ઘોટીયાને સરદાર સાહેબનું સોવીનિયર અને સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિનું સ્મૃત્તિચિન્હ એનાયત કર્યું હતુ.

આ પ્રસંગે ભારતીય એરફોર્સના વરિષ્ટ અધિકારીઓ, એરફોર્સ પરિવારના સભ્યો, ડિફેન્સ જન સંપર્ક અધિકારી વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢા, SOU ની મુલાકાતે પધારેલા પ્રવાસીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને માણ્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસની સેવા તેમજ સમર્પણ સહિતના કાર્યકમો થકી ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

ProudOfGujarat

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!