રાજપીપળા

કોર્ટના જજના વિરુદ્ધમાં બાર એસોસિયેશનના વકીલોએ કોર્ટના ગેટને બંધ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો.

રાજપીપળા સીવીલ કોર્ટનાં જ્યુડીશિયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ વી.એમ.જોષીની કાર્યનિતીની વિરુધ્ધમાં વકીલોનો વિરોધ દીવસે અને દીવસે ઉગ્ર બની રહ્યો છે.મેજીસ્ટ્રેટ વી.એમ.જોષીની સામે છેલ્લા દોઢ મહીનાથી વકીલોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યુ હતુ.ગત 20 ફેબ્રુઆરીએ તેમની કોર્ટનો બહિષ્કાર બાદ પણ કોઇ નિરાકરણ નહી આવતા ગત 8 માર્ચે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા હતા,છતાં કોઈ હજુ ઉકેલ ના આવતા 13 માર્ચથી નર્મદા ડિસ્ટ્રીકટ બાર એસોશીએશને અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરી તમામ કોર્ટનો બહિષ્કાર કર્યો છે.આ હડતાળના પગલે મુખ્ય જિલ્લા ન્યાયાલયની કામગીરી એકદમ ઠપ્પ થઈ ગઈ છે.નર્મદા જિલ્લાના કોર્ટનાં તમામ સિનીયર અને જુનીયર વકીલો કોર્ટ સંકુલનાં દરવાજે ભેગા થઇને સુત્રોચ્ચાર કર્યો હતો.અને સિવિલ કોર્ટના જ્યુડિશિયલ ફસ્ટ કલાસ મેજિસ્ટ્રેટ જજને તાત્કાલિક ધોરણે બદલી કરવાની માંગ કરી છે.

આ બાબતે બાર એસોસિયેશનના પ્રમુખ વંદના ભટ્ટે આક્ષેપ કર્યો હતો કે,મેજીસ્ટ્રેટ વી.એમ.જોશી જ્યારે તેમની સમક્ષ આરોપીને જામીન અરજી માટે વકીલ વકીલાત માટે આવે ત્યારે તેના ફોટા પાડે છે,પોલીસ આવી હોય તેના ફોટા પાડે છે,આરોપી અને કાગળોનગ ફોટા પાડે છે.જ્યારે કોઈ જુબાની માટે સાહેદો કે પંચો આવ્યા હોય તેમના આઈ.કાર્ડ માંગે છે અને જો આઈ કાર્ડ ના હોય તો તેમને પાછા મોકલી દે છે.જેથી વકીલો અને પ્રજા બન્ને હેરાન પરેશાન થાય છે.વકીલોની માંગ છે કે તેમની બદલી કરી દો નહીં તો અમને બીજી કોર્ટ આપો.જ્યાં સુધી અમારી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અચોકસ મુદ્દતની હડતાલ વકીલો ચાલુ રાખશે.

LEAVE A REPLY