Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ખાતે આજે વિધાનસભામાં પસાર થયેલા કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને લઈને કાયદાને પગલે આજે આજુબાજુના ગ્રામજનો દ્વારા આજરોજ વિરોધ કરવામાં આવ્યો હતો.

Share

નર્મદા જીલ્લાના કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવનિર્માણ થવાના કારણે હાલ આદિવાસી વિસ્તારના ગામોની જમીનોને સરકાર દ્વારા એકવાયર કરવામાં આવી રહી છે જેમાં એ હાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને માટે એક વિશેષ કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ મામલે કેવડિયા ગામના લોકોએ ભેગા થઈ ભજન કીર્તન કર્યું હતું અને ભવ્ય રેલી કાઢી હતી. આ રેલી નર્મદા નદીના કિનારે પહોંચી હતી જ્યાં તેમણે આ કાયદાનો વિરોધ કરવાની સફર લીધી હતી. તેમજ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તેની કોપી નર્મદા નદીમાં વિસર્જન કરી આ કાર્યક્રમમાં પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં તમામ ગામના લોકો વિરોધ કરતો કાર્યક્રમ કરશે અને ઉગ્ર કાર્યક્રમ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ગૌતમ વ્યાસ : કેવડીયા

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગ્રામજનો જુગારને રવાડે ચડયા : રેડ દરમિયાન 6 ની ધરપકડ, 7 થયા ફરાર.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી ગામે યુવક તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું.

ProudOfGujarat

ડો.ભાવિન.એસ.વસાવા દ્વારા ઝઘડિયા તાલુકાના સીલીકા સેન્ડ.ક્વોરીઓ અને લીઝ ઘારકો અને વહીવટી તંત્રના અધિકારીઓને ખોટી રીતે હેરાન કરી ખંડણીની માંગણી કરવા અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!