Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના HIV પીડિતોને ટીબી સામે રક્ષણ આપતી દવા હજુ મળતી નથી ?

Share

ગુજરાત સરકાર HIV/AIDS પીડિતો માટે ઘણી સારી યોજના અમલમાં મૂકે છે પરંતુ તે યોજનાનો લાભ પીડિતો સુધી પહોંચે એ બાબતે લાગતા વળગતા ખાતાની વારંવાર નિષ્ક્રિયતા સામે આવી હોય આખરે પીડિતો સુધી યોગ્ય રીતે પૂરો લાભ પહોંચતો નથી અથવા ઘણો મોડો મળે છે .તેવી જ રીતે નર્મદા જિલ્લાના ૩૫૦ જેવા HIV પીડિતો લાંબા સમયથી તબીબી સહાયના નાણાં માટે ધક્કે ચઢે છે અને હવે ટીબી સામે રક્ષણ આપતી IPT દવા પણ લાંબા સમયથી મળી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.સરકારે ઘણા મહિનાઓથી ગુજરાતના HIV પીડિતો માટે ચાલતી ART દવા સાથે ટીબી સામે રક્ષણ આપતી અન્ય એક IPT નામની દવા પણ શરૂ કરાઈ છે જે HIV પીડિતોને ટીબીના ચેપ સામે રક્ષણ આપીએ વધુ બીમાર ન પડે તે માટે અત્યંત જરૂરી હોવા છતાં નર્મદા જિલ્લામાં આ દવા હજુ સુધી એક પણ પીડિતને અપાઈ નથી. ત્યારે વડોદરા એઆરટી સેન્ટર પર થી રાજપીપળા સિવિલ ના લિંક એઆરટી ખાતે આ દવાના બોક્સ નહિ લવાયા હોવાથી આ દવા નર્મદાના દર્દીઓ સુધી પહોંચી ન હોવાની મામુલી વાત હોય સરકાર જો કરોડો રૂપિયાની દવા દર્દી ઓને મફતમાં આપતી હોય ત્યારે જે તે સેન્ટર સુધી આ દવાઓ પહોંચાડવાની જવાબદારી કોની હશે ?અને નર્મદા જેવા પછાત જિલ્લા માટે અત્યંત જરૂરી આ દવા હજુ સુધી કેમ પહોંચી નથી ? આ બાબતે જાણવા મળ્યું કે IPT દવાના બોક્ષ મોટા હોય જે તે સેન્ટરના કાઉન્સિલર લઈ જઈ શકે તેમ નથી અને નાના મોટા દરેક સેન્ટર ઉપર આ બોક્ષ પહોંચાડવાની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે નર્મદામાં હજુ સુધી આ દવા પહોંચી નથી.

Advertisement

Share

Related posts

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપાટ નજીક ખાડીમાં ડુબી જતા યુવકનું મોત.

ProudOfGujarat

ભરૂચના તુલસીધામ માર્કેટમાં પ્રોજેક્ટ – ‘રોટરી નો છાયો’ હેઠળ શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!