Proud of Gujarat
GujaratFeaturedINDIA

મેઘરાજાએ રાજ્યને ઘમરોળ્યું, નવસારીમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતી, અનેક ગામો સંપર્ક વિહોણા.

Share

હાલ રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ જેવા મહાનગરોમાં તો ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાતા સમગ્ર રસ્તાઓ બેટમાં ફરી વળ્યા છે. ત્યારે નવસારીમાં આકાશી આફત ગણાતા વરસાદે જળબંબાકારની સ્થીતી સર્જી છે. તેમાં પૂર્ણા-કાવેરી-અંબીકામાં ત્રીજી વખત ઘોડાપુર આવ્યું છે. ત્યારે આ દરમ્યાન નવસારીમાં કરંટ લાગતા આશાસ્પદ યુવાનનું મોત થયું છે. તેમજ ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વીહોણા થયા છે.

આ દરમ્યાન જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 11.38 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં 17.4 ઈંચ, જલાલપોરમાં 11.0 ઈંચ, ચીખલીમાં 10.6 ઈંચ, ખેરગામમાં 10.5 ઈંચ, ગણદેવીમાં 10.0 ઈંચ અને નવસારીમાં 8.8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ઉપરવાસમાં એક સપ્તાહમાં બીજી વખત પૂર આવ્યું છે. નવસારીમાં ઉપરવાસના આહવા-ડાંગ સહીતના જીલ્લામાં ગત 6 દીવસથી અતિભારે વરસાદના પગલે પૂર્ણા-અંબીકા-કાવેરી નદીમાં એક સપ્તાહમાં ત્રીજી વખત પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે નદી કાંઠે આવેલા ગામો તેમજ શહેરમાં નીચાણવાળા વીસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ દરમ્યાન વીરાવળ પુલ પાસે પૂર્ણાનદી 27 ફૂટે વહી રહી છે. જ્યારે અંબીકા નદી ગણદેવીનાં સોનવાડીનાં પુલ પાસે 28 ફૂટની ભયજનક સપાટીથી 10 પુલ ઉપર 37.32 પર ગાંડીતૂર બની હતી. જેના પગલે ગણદેવી તાલુકાનાં નદી કીનારાના અનેક ગામો ફેટમાં ફેરવાયા છે. તેમજ કાવેરી નદી ચીખલીનાં થાલા પાસે પોતાના 19 ફૂટની ભયજનક સપાટીથી 9 ફૂટ ઉપર 28.0 ફૂટે રૌદ્ર સ્વરૂપે વહી રહી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ દહેજ દ્વારા પર્યાવરણ જાળવણી અંગે આવકારદાયક કામગીરી

ProudOfGujarat

કરજણ ડેમમાંથી લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા પાણી છોડાયું. ૧૭૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાયું. ૬ અને ૭ નંબરના બે રેડીયલ ગેટ ખોલાયાં.

ProudOfGujarat

નેત્રંગના કંબોડિયા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી કપાસનું બિયારણ ખેડૂતોને નિદર્શન અને માર્ગદશન અપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!