Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ડેમમાંથી લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા પાણી છોડાયું. ૧૭૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાયું. ૬ અને ૭ નંબરના બે રેડીયલ ગેટ ખોલાયાં.

Share

રાજપીપળા, નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમમાંથી કરજણ નદી અને નર્મદા નદીના લાભિત ગામોના વિસ્તારના લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા માટે સરકારશ્રીની સુચના મુજબ આજે તા.૨૧ મી ડિસેમ્બર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરજણ ડેમની હાલની ૧૧૫.૦૭ મીટરે નોંધાયેલી જળ સપાટીમાં જીવંત જથ્થો ૫૦૯.૪૬ મિલીયન ક્યુબીક મીટરની ઉપલબ્ધિ અન્વયે આ ડેમના બે રેડીયલ ગેટ અનુક્રમે ૬ અને ૭ માંથી ૦.૧૫ મીટર ખોલીને આજે કુલ ૧૭૦૦ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડવામાં આવ્યો હોવાની જાણકારી કરજણ ડેમના અધિક મદદનીશ ઇજનેર એ.વી. મ્હાલે આપી હતી. તેઓ એ આપેલી વધુ વિગતો મુજબ આ પાણીનો પ્રવાહ રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ભુછાડ, ધાનપોર અને ધમણાચાના ગામોથી નર્મદા નદીમાંથી પસાર થશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરામાં પાણીપુરીના ધંધાર્થીની હત્યાથી ચકચાર…

ProudOfGujarat

સોશીયલ મિડીયા-ઇન્ટરનેટ કોમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ થકી બ્લુ વ્હેલ ગેમ / બ્લુ વ્હેલ ચેલેન્જ વગેરે નામોની ગેમ/કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા ઉપર પ્રતિબંધ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસ હદ વિસ્તારમા આવેલી પાનોલી જીઆઇડીસીની શિવનાથ ઇન્ડ્રસ્ટ્રીશ પ્લોટ નંબર 18 15 કંપનીમાંથી ચોરી થવા પામી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!