Proud of Gujarat
FeaturedGujarat

નવસારી:રૂપિયા ૨૧૭ લાખના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરી ચીખલીનું લોકાર્પણ કરતાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા…

Share

જીગર નાયક,નવસારી

તાલુકા પંચાયત એટલે વિકાસનું મંદિર હોવાનું ચીખલી ખાતે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીના લોકાર્પણવિધિ પ્રસંગે વન અને પર્યાવરણમંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.સરકારી કચેરીઓમાં અરજદારોને આરામદાયક સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડવા રાજ્ય સરકાર છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે. લોકોને સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડવું એ જ વિકાસ છે. સમગ્ર દેશને વિકાસનો વિચાર ગુજરાતે આપ્યો હોવાનું મંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું . તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકારના સંવેદનશીલ નિર્ણયોના કારણે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લાભ થયો છે . રાજ્ય સરકાર દ્વારા પાણી ઉપરાંત શિક્ષણ , આરોગ્ય , વિજળી અને માર્ગો માટે પણ રાજ્ય સરકારે ભગીરથ કામો કર્યા અને તેના પરિણામો લોકોની સુખાકારીમાં વધારો થયો છે . મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સંવેદનશીલતાની કાર્યપ્રણાલી અપનાવી છે . નાતી , જાતિ અને કોમવાદથી ઉપર ઉઠી વિકાસની રાજનીતિ આપી છે . શ્રીગણપતસિંહ વસાવાએ વધુમાં જણાવ્યું કે અધિકારીઓ સારી રીતે કાર્ય કરી શકે એ માટે ગુણવત્તાયુક્ત શાસન વ્યવસ્થા રાજ્ય સરકારે ઉભી કરી છે અને એ માટે સરકારી દફતરો આધુનિક અને વધુ લોકઉપયોગી બનાવ્યા છે . આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે . છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડી સમતોલ વિકાસ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન તકતીનું અનાવરણ, કચેરીનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે સાંસદ ડો. કે.સી.પટેલ , જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ , ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ , શ્રી અનંતભાઇ પટેલ , પૂર્વ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ , જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયા , જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જી.ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ / પદાધિકારીશ્રીઓ , સરપંચશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement


Share

Related posts

માંગરોળ નાની નરોલી ગામે તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

વરસાદની મહેર થતા ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા ખેડુતો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!