Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-વિસ્પી કાસદનો એક મિનિટમાં 37 તડબૂચ કાપી વર્લ્ડ રેકોર્ડ

Share

 

નવસારીમાં ટાટા હોલ ખાતે નવસારીના કરાટેકા વિસ્પી કાસદ અને વિસ્પી ખરાડીએ ગિનિસ બુકમાં વધુ બે વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કરી દીધો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે ખતરનાક સ્ટંટ કરીને તેમણે લોકોને એ ખતરનાક સ્ટંટ જોવા મજબૂર કરી દીધા હતા. મનોરંજનની સાથે સાથે વિસ્પી કાસદ તથા વિસ્પી ખરાડીએ એક મિનિટમાં 23 તરબૂચ કાપવાના રેકોર્ડને તોડીને નવો રેકર્ડ કર્યો છે. વિસ્પીએ લોખંડના ખીલા ઉપર ખુલ્લા શરીર ઉપર વિસ્પી કાસદે ત્રણ કિલોની સમુરાઈથી 44 તરબૂચ કાપ્યા હતા. તેમાં 37 તરબૂચ યોગ્ય કપાતા કીર્તિમાન સ્થાપિત થયો હતો. ઉપરાંત વિસ્પી કાસદ અને વિસ્પી ખરાડીએ 12 એમ.એમ. જાડાઈના 1 મીટર લાંબા કુલ 14 સળિયા ગળાથી 90 ડિગ્રી સુધી વાળી રેકોર્ડનો દાવો કર્યો છે. ઉપસ્થિત લોકોએ વિસ્પી કાસદ અને વિસ્પી ખરાડીના આ વર્લ્ડ રેકોર્ડના દાવાને ઉભા થઈ તાળીઓથી વધાવી લીધો હતો.સૌજન્ય

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : હરિ મંગલ સોસાયટીમાં ગટરનું પાણી રોડ ઉપર આવી જતા સ્થાનિકોમાં આક્રોશ.

ProudOfGujarat

ગોધરાના સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીનો ૭૫મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામા આવશે : ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચ : શીતલ સર્કલ બ્રિજ નીચેથી સટ્ટા બેટીંગનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!