Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારીમાં ડહોળુ, ઓછા પ્રેશરથી, અપૂરતુ પાણી આવવાની બૂમ

Share

 
સૌજન્ય-/નવસારી શહેરમાં હાલ એક જ પ્રકારની ‘અપૂરતા પાણી’ની ફરિયાદ નથી પરંતુ ત્રણ પ્રકારની ફરિયાદો પાલિકા કચેરીએ થઇ રહી છે જેમાં કેટલીક જગ્યાએ દુષિત પાણી અને તળાવનાં દુર્ગધ મારતા પાણીનો પણ સમાવેશ થાય છે.

નવસારી શહેરમાં હાલમાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. એમાં બે મત નથી. જોકે આ સમસ્યા માત્ર ‘અપૂરતા’ પાણી જ છે એવું હતું કારણ કે ઉકાઇ-કાકરાપાર કેનાલનું પાણી પૂરતું ન મળતાં નવસારી પાલિકાએ આખા શહેરમાં પાણીકાપ મૂકવાની ફરજ પડી છે અને દરરોજ બે ટાઇમની જગ્યાએ એક જ ટાઇમ પાણી આપવામાં આવી રહ્યું છે. જોકે હવે પાણીની એક પ્રકારની નહીં પરંતુ વધુ પ્રકારની ફરિયાદ હોવાની જાણકારી બહાર આવી છે. સોમવારે નવસારી પાલિકા કચેરીએ દાંડીવાડની મહિલાઓ આવી હતી. તેઓએ તેમનાં વિસ્તારમાં નહિવત પાણી આવતું હોવાની ફરિયાદ કરી હતી. ફાયરબ્રિગેડની ટેન્કરો આવે છે પરંતુ તેઓને તેનું પાણી પણ મળતું ન હોઇ ભારે હાલાકી હોવાની કાકલૂદી પાલિકા પ્રમુખ કાંતિભાઇ પટેલને મહિલાઓએ કરી હતી. આ ઉપરાંત શહેરનાં ટાપરવાડ વિસ્તારની મહિલાઓ પણ …અનુસંધાન પાના નં. 2

Advertisement

અપૂરતા પાણીની ફરિયાદ કરતી દાંડીવાડની મહિલાઓ . દશેરા ટેકરીમાં ડહોળું પાણી સરબતીયા તળાવનાં દુર્ગંધ મારતું પાણી

સરબતીયા તળાવની સ્થિતિ ચિંતાજનક

નવસારીના લુન્સીકુઇ વિસ્તાર નજીકની રહેણાંક સોસાયટીમાં રહેતા અગ્રણી અશોક પટેલ તથા અન્યો પાલિકા કચેરીએ આવ્યા હતાં. તેઓએ સરબતીયા તળાવનું પાણી ગંદુ થઇ દુર્ગંધ મારી રહ્યાંની ફરિયાદ કરી હતી. તળાવના ખરાબ પાણીને નજીકનાં વિસ્તારમાં આરોગ્યની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. તળાવનાં દુર્ગંધ પાણીની સાથે સરબતીયા તળાવ નજીક ઠલવાતો કચરો તથા તળાવ નજીક નાના બાળકો રમતા હોઇ ‘જીવલેણ અકસ્માત’ થવાની પણ દહેશત ઉભી થઇ હોય પગલા લેવાની માંગ કરાઇ હતી!

સૂચના આપી દેવાઇ છે…

અપૂરતા પાણીની સાથે દુષિત પાણીની ફરિયાદ મળી છે, જે અંગે લાઇન ચેક કરવા સૂચના આપી દેવાઇ છે. સરબતિયા તળાવ અંગે પણ સૂચના આપવામાં આવી છે. કાંતિભાઇ પટેલ પ્રમુખ, નવસારી પાલિકા


Share

Related posts

ભરૂચ : લાભ પાંચમ સુધી વેપારીઓએ દુકાનો બંધ રાખતા બજારો સુમસામ.

ProudOfGujarat

ભરૂચ અર્ધ-નગ્ન આંદોલન- એસ ટી હડતાળ બીજા દિવસે પણ યથાવત.હજારો મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા…

ProudOfGujarat

હિંગલા ગામ ખાતે આંગણવાડીમાં પૂરતા નાસ્તો ન અપાતો હોવા બાબતે હુમલો.સામ-સામે આપેલ ફરિયાદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!