Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચના નેત્રંગથી ગેરકાયદેસર પશુ ભરેલા બે આઈસર ટેમ્પો ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ માં પશુઓને ગેરકાનૂની હેરાફેરી કરવામાં આવતા પોલીસે બે આઇસર ટેમ્પો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં અવાર-નવાર ગેરકાયદેસર પશુઓની હેરાફેરી થતી હોય છે. આજે ફરી એક વખત નેત્રંગ પોલીસે પશુ ભરેલા બે ટેમ્પોની તલાશી લેતા ખીચોખીચ પશુ ભરેલા બંને ટેમ્પામાં ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાં પશુઓને લઈ જવામાં આવતા હતા. ભરૂચની નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમાં તે સમયે ભરૂચથી બે આઈસર ટ્રક નેત્રંગ ચાર રસ્તાથી મહારાષ્ટ્ર તરફ જતા હોય પોલીસ દ્વારા આ બંને આઇસર ટ્રકની તલાશી લેતા ખીચોખીચ દોરડા વડે બાંધેલ ૩૦ જેટલા પશુ ભરી બંને આઇસર ટેમ્પા મહારાષ્ટ્ર જતા હોવવાની ટેમ્પા ચાલકે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. પોલીસે બે આઈસર ટેમ્પો નવ લાખનો મુદ્દામાલ અને ચાર શખ્સોની ધરપકડ કરી હતી આ ગેરકાયદેસર પશુને લઈ જતાં શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે હસ્તી તળાવ વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ઝઘડિયાના લિમોદરાની સીમમાંથી ૧૦ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનું તણાવ દૂર કરવાનું રહસ્ય વર્કઆઉટ્સ, સારી ઊંઘ અને તેની માતા તરફથી આલિંગન છે, અને અમે સંપૂર્ણપણે સંમત છીએ!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!