Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝરણાવાડી નજીક ટ્રક કન્ટેનર ચાલકે પીકઅપને સામેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત

Share

*બેકરીનો સામાન ભરીને આવતા પીકઅપ ચાલક અકસ્માતમાં થયો ગંભીર ઈજાગ્રસ્ત.
*પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુન્હો નોંધ્યો.

પ્રાપ્ત માહિત મુજબ સુરતના કડોદરાથી મહિન્દ્રા પીકઅપ જીજે-૧૯-એકક્ષ ૩૬૮૨ નો ચાલક પૃથ્વીરાજ ચંપાલાલજી રાવ બેકરી પ્રોડક્ટ જેમાં બ્રેડ,ટોસ,બિસ્કિટ,માખણીયા જેવી વસ્તુઓ ભરી નેત્રંગ વેચાણ અર્થે નીકળ્યો હતો.સવારે ઝરણાવાડીથી આગળ ચાસવડ ગામ પહેલા નાળા નજીક નેત્રંગ તરફથી આવતો ટ્રક કન્ટેનર પીબી-૧૩-બીબી-૧૫૩૯ ના ચાલકે પુરઝડપે આવી ઓવરટેક કરવા જતાં સામેથી આવતી મહિન્દ્રા પીકઅપને અથાડી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત કરી ટ્રક કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો.જ્યારે પીકઅપનો ચાલક પૃથ્વીરાજ રાવ કેબિનમાં ફસાઈ જતા લોકોએ બહાર કાઢી સારવાર માટે નેત્રંગ સીએચસીમાં લઈ જવાયો હતો જયાંથી વધુ તકલીફ હોવાથી અંકલેશ્વર જયાબેન મોદીમાં ખસેડાયો હતો.અકસ્માતના બનાવની નેત્રંગ પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વટારિયા સુગરની વાર્ષિક સભામાં વધુ ઉત્પાદન લેનાર સભાસદોનું સન્માન કરાયું

ProudOfGujarat

ઝઘડિયાના રઝલવાડા પ્રાથમિક શાળા ખાતે ભાષામેળાનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચમાં 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મહિલા રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!