Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : ચાસવડ ડેરીની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

Share

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-વાલીયા તાલુકામાં વસવાટ કરતી પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ દુધ મંડળીની ૬૦ મી વાષિઁક સાધારણ સભા દોલતપુર ગામના મનહરભાઇ રામાભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવી હતી. જેમાં ૨૦૨૦-૨૧ વર્ષના વ્યવસ્થાપક સમિતિએ રજુ કરેલ હિસાબો મંજુર કરીને નફાની ફાળવણી, સંસ્થાના હિત માટેના અગત્યના વિષયો ઉપર વિસ્તૃત ચચૉ થઈ હતી. જ્યારે ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવાએ જણાવું હતું કે, આ વર્ષે સભાસદોને પ્રતિ લીટર ૫.૧૫ રૂ. નો ભાવફેર ચુકવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

દિવાળીએ સભાસદોને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ વિતરણ કરાઇ છે. પરંતુ આ વર્ષથી સભાસદો-બિનસભાસદોને દરેક પ્રોત્સાહન સ્વરૂપે ગિફ્ટ આપવામાં આવનાર છે. ચાસવડ ડેરીના તમામ સભાસદોના અને સંસ્થાના હિત માટે જે કંઈ પણ કામગીરી કરવી પડશે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. જે દરમિયાન ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા, મેનેજર સુરેશભાઈ પટેલ, ડેરીના આગેવાનો સંજય ભગત, મૌઝા જી.પંચાયતના રાયસીંગભાઇ વસાવા, વાલીયા એપીએમસીના વા.ચેરમેન હાદિઁકસિંહ વાંસદીયા, ચારવડ સરપંચ મનસુખભાઇ વસાવા સહિત મોટી સંખ્યામાં સભાસદ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ફુલવાડી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

નેત્રંગ જીઆરડીનું પસઁ ખોવતા ગરીબ મહિલાએ પરત કયુઁ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ઉકળાટમાં રાહત : રેલ્વે ગરનાળાઓમાં પાણી ભરાતા જનતાને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!