Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : ધોલી બાદ પીંગોટ ડેમ પણ ઓવરફ્લોની તૈયારીમાં: ૦.૬૦ મીટર દુર

Share

નેત્રંગ તાલુકાની જીવાદોરી સમાન ધોલી બાદ પીંગોટ ડેમ પણ ઓવરફ્લોની તૈયારીમાં જણાતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

Advertisement

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મેધરાજાએ મન મુકીને વરસી રહ્યા છે.નદી-નાળા,તળાવ,ચેકડેમ સહિત તમામ જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ચુક્યા છે.મરણપથારીએ પડેલા શેરડી,કપાસ અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું હતું.જેમાં આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા,પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ત્રણેય ડેમની પાણીની સપાટીમાં દિવસેને દિવસે ધરખમ વધારો થયો હતો.બલદવા ડેમના ઉપરવાસમાં ૩૭.૯૫ ઇંચ વરસાદ,ઓવરફ્લોથી ૧.૨૬ મીટર દુર,પીંગોટ ડેમના ઉપરવાસમાં ૩૫.૪૧ ઇંચ વરસાદ,ઓવરફ્લોથી ૦.૬૦ મીટર દુર અને ધોલી ડેમના ઉપરવાસમાં ૩૧.૮૩ ઇંચ વરસાદ થતાં ધોલી ડેમ સપાટીથી ૦.૧૦ સેમી ઓવરફ્લો થઇ રહ્યો છે.સ્વાભાવિક છે કે,આ વષઁ ચોમાસાની સિઝનમાં ત્રણેય ડેમમાંથી ધોલી ડેમ સૌ પ્રથમ ઓવરફ્લો થયો હતો.વરસાદી માહોલ જોતા પીંગોટ ડેમ પણ એક-બે દિવસની આસપાસ ઓવરફ્લો થવાની શક્યતાઓ જણાઈ રહી છે.


Share

Related posts

રાજકોટમાં આજે મોત શૂન્ય, બપોર સુધીમાં 8 કેસ નોંધાયા.

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ એસ.બી.આઈ. બેન્ક નજીકથી એક ઈસમ દ્વારા સાયકલ ચોરી કરી જવાનો સી.સી.ટી.વી. વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

અંકલેશ્વર ના દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગ્લોઝ ના વોચ મેન ગંભીર હાલત માં ઘાયલ મળી આવ્યા તેની સારવાર દરમ્યાન મોત થતાં તેની હત્યા થઈ હોવાની શંકા પોલીસે સેવી રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!