Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પંથકમાં કડકડતી ઠંડીથી લોકો પરેશાન.

Share

નેત્રંગ પંથકમા હાડ થીજાવતી કડકડતી ઠંડીને લઇને લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ઠંડીથી રક્ષણ મેળવા માટે લોકો તાપણાનો સહારો લઇને રાહત અનુભવી રહયા છે. બીજી તરફ નેત્રંગ તાલુકા મથકે વનવિભાગની કચેરીએથી વર્ષોથી લોકોને આપવામા આવતા રાહત દરના લાકડાનુ વેચાણ બંધ કરી દેવામા આવતા લાકડાઓના પીઠાઓ પર એક મણ જલાઉ લાકડાનો ભાવ એકસો પંચાસથી લઇને બસો સુધીનો ભાવ ગરીબ લોકોએ ચુકવવા પડી રહ્યા છે.

નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમા છેલ્લા બે ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર કડકડતી ઠંડી પડી રહી છે. તેવા સંજોગોમા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. વહેલી સવારના ધંધા રોજગાર પણ ઓછા જોવા મળી રહ્યા  છે. વાહનોની અવરજવર પણ ધીમી ગતિએ દેખાઇ છે. કડકડતી ઠંડીથી રક્ષણ મેળવા માટે લોકો તાપણાઓનો સહારો લઇ રહ્યા છે. તાપણા માટે લાકડા મળવા મુશ્કેલ છે. ત્યારે લોકો આમતેમ વાડો તેમજ અન્ય જગ્યાએથી માંદ માંદ લાંકડા એકત્ર કરી તાપણા કરે છે.

Advertisement

નેત્રંગ ટાઉન સહિત તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર જંગલ વિસ્તારમા આવેલ હોઇ ત્યારે સરકાર વનવિભાગ થકી વર્ષો પહેલા નેત્રંગ ડેપો પરથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે રોજીદા વપરાશથી લઇને શુભપ્રસંગો તેમજ અશુભ પ્રસંગોએ રાહત દરના લાકડાનુ વેચાણ માત્ર એક મણ (૨૦ કી).  ના રૂપિયા ૨૦/- ના ભાવથી મળતા હતા. જે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે જલાઉ લાકડાની અછતના બહાના હેઠળ બંધ કરી દેવામા આવેલ છે. જયારે જલાઉ લાકડાના ઢગલાઓ ખાનગી વેપારીઓના પીઠાઓ પર ભરપુર જોવા મળી રહ્યા છે.  ત્યારે લાકડાનો વેપાર કરતા ખાનગી વેપારીઓના પીઠાઓ પર હાલમા એક મણ ( ૨૦ કી ) લાંકડાનો ભાવ રૂપિયા ૧૫૦/- થી ૨૦૦/-  નો ભાવ ગરીબ લોકોએ ના છુટકે મજબુરીમા ચુકવા પડી રહ્યા છે.
કડકડતી ઠંડી થી લોકો ભલે પરેશાન છે પરંતુ શિયાળુ પાક કરતા ખેડુતોમા આનંદ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના કડવાતલાવ ગામે શેરડી સળગાવી દેવાનો આક્ષેપ કરી હુમલો

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનુલક્ષી ભાજપ પેજ સમિતિની બેઠક મળી, કોંગ્રેસનાં 100 કાર્યકરો જોડાયા ભાજપમાં… જાણો વધુ..!!!

ProudOfGujarat

સોનાલી ફોગાટ કેસમાં ગોવા સરકારની મોટી કાર્યવાહી, કર્લીઝ ક્લબ પર ચાલ્યું બુલડોઝર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!