Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગના ધાંણીખુટ ખાતે આવેલ ધારીયા ધોધમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડુબી જતા મોત જયારે એકનો બચાવ.

Share

નેત્રંગ નગરમાં આવેલ સોખડા સ્વામિનારાયણ મંદિર સંચાલિત સ્વામિનારાયણ મંદિર ખાતે ૩ જી એપ્રિલના રોજ રાખવામા આવેલ આત્મીય સ્નેહમિલન કાર્યક્રમમા ભાગ લેવા આવેલા જંબુસર તાલુકા એક જ ગામના બે નવ યુવાનો ધાંણીખુટ ખાતે આવેલ ધારીધોધ ખાતે ન્હાવા ગયેલા જેઓનુ ડુબી જતા ધટના સ્થળે જ મોત જ્યારે એકનો બચાવ થતા વધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. બનાવને લઇ સ્વામિનારાયણ સંપ્રદાયના ભકતજનનોમા ધેરાશોકની લાગણી ફરી વળી છે.

નેત્રંગ નગરમા નેત્રંગ ઝંખવાવ રોડ પર આવેલ સોખડા સ્વામિનારાયણ મંદિર સંચાલિત ભકિતધામ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. ૩ જી એપ્રિલના રોજ આત્મીય સ્નેહમિલન કાર્યક્રમ રાખવામા આવેલ હતો. જે કાર્યક્રમમા મહાપ્રસાદ કીર્તન પરાવાણીનો હોય જેનો સમય સાંજના ૬ થી ૭.૩૦ મહાપ્રસાદી અને ત્યારબાદ સભા ૮ કલાકે રાખવામા આવેલ. આ કાર્યક્રમ નિર્મળ સ્વામીજીના અને વડીલ કાર્યકર્તાઓના સાનિધ્યમાં રાખવામા આવેલ હોવાના કારણે ભરૂચ, નર્મદા જીલ્લા સહિત અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરીભકતોને આ કાર્યકમમા ભાગ લેવા આમંત્રણ આપવામા આવેલ જેને લઇને જંબુસર નગર સહિત તાલુકાના ઉબેર, નોધણા, પીલુદરા, ડાભા વિગેરે ગામોમાંથી ૫૦ થી ૬૦ જેટલા હરીભકતો લક્ઝરી બસ મારફત નેત્રંગ ખાતે આ કાર્યક્રમમા ભાગ લેવા માટે બપોરના બે વાગ્યા આસપાસ નેત્રંગ આવી ગયેલ હતા.

Advertisement

પરંતુ કાર્યક્રમ સાંજનો હોવાથી આ તમામ હરીભકતો નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર આવેલ ધારીયા ધોધ જોવા ગયા હતા. જ્યાં બપોરના ૩.૩૦ થી ૪.૩૦ ના સમયગાળા દરમ્યાન ધોધ પાસે ન્હાવા ગયેલાઓ પૈકી જંબુસર તાલુકાના ઉબેર ગામમા વાડી ફળીયા ખાતે રહેતો પરમાર વિશાલકુમાર રાજેન્દ્રભાઇ રઇજીભાઇ ઉ. વ. આશરે ૨૦ તેમજ ઉબેર ગામ માજ મોટા ચકલા ફળીયા ખાતે રહેતો પઢીયાર રાકેશભાઇ વિકમભાઇ કનુભાઇ ઉ. વ. આશરે ૨૦ આ બન્ને જીગરી દોસ્તોનુ પાણીમાં ડુબી જવાથી ધટના સ્થળે મોત નિપજયુ હતુ. જ્યારે ઉબેર ગામનો જ ઠાકોર વિપુલકુમાર ઠાકોરભાઇનો બચાવ થતા નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતે આવેલ જયાબેન હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યો છે જ્યારે મરણ જનાર બંન્ને યુવાનોની લાશ પી.એમ. માટે લાવવામા આવી છે. બનાવને લઇને નેત્રંગ પોલીસે જરૂરી કાગળો કરી આગળની કાર્યવાહી હાથધરી છે. સદર બનાવ બનતા આત્મીય સ્નેહ સંમેલનના તમામ હરીભકતોમા ધેરાશોકની લાગણી ફરી વળી હતી.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચના જૂના તવરા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં પેટ્રોલ પંપ પર ફ્રી પાણીની બોટલને લઈને દારૂના નશામાં યુવકનો ઝઘડો : પંપના કર્મચારીઓએ માર માર્યા બાદ યુવકનું મોત…

ProudOfGujarat

નેત્રંગ પોલીસે ઇંગ્લિશ દારૂના ત્રણ અલગ અલગ રીઢા બુટલેગરોને શોધી કાઢયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!