Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના મોટા જાબુંડા, નાના જાંબુડા અને સાકવા ગામ ખાતે વરલી મટકા, આંક ફરકનો જુગાર રમતા 13 ઝડપાયા.

Share

નેત્રગં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગાર અંગેની તપાસમાં નેત્રંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. પોલીસને ફુલવાડી ચોકડી આવતા અંગત અને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે અલગ અલગ ગામોમાં (૧) મોટા જાંબુડા ગામના ગૌચર ફળિયામાં રહેતા “ ધર્મેન્દ્ર અમરસીંગ વસાવા” પોતાના આર્થીક ફાયદા માટે પોતાના ઘરની આગળ અડાળીના ભાગે બેસી આંક ફરફના આંકડા લખી લખાવે છે. જે બાતમી હકીકત આધારે પોલિસે એ જગ્યાએ રેઇડ કરતા ત્યાં આગળ હાજર એક ઈસમ ખુલ્લી અડાળીમાં બેસી કંઈક લખતો હતો અને બીજા કેટલાક ઇસમો વાંકા વળી આ ઇસમ પાસે કંઇક લખાવતા હતા. તે દરમ્યાન અમોએ સદર જગ્યાએ રેઇડ કરતા ખુલ્લી અડાળીના ભાગે પોલીસ માણસોથી કોર્ડન કરી જે તે સ્થિતિમાં પકડી લીધેલ અને પકડાયેલ દસ ઈસમો પકડી લીધેલ અને સદર ઈસમો વરલી મટકાના આંખ ફરકના આંકડા લખનાર તેમજ લખાવનાર ઇસમો મળી આવેલ હોઈ પકડાયેલ પૈકી આંકડા લખનાર ઈસમ કિશનભાઇ S/O ધર્મેદ્રભાઈ અમરસીંગભાઇ વસાવા નાઓને સદર આંકડા લખી કોને આપે છે તે બાબતે પુછતા તેઓ પોતે “ સલમાન અબ્દુલ મલીક પઠાણ રહે.નેત્રંગ દર્શના નગર તા.નેત્રંગ જી.ભરૂચ” નાઓના કહેવાથી લખતો હતો અને તેઓ મારા ઘરે આવીને આંકડા લખેલ સ્લીપ તેમજ પૈસા લઇ જતો હતો. તેવું જણાવે છે. જેમાં આરોપીઓની અંગ ઝડતીમાંથી વરલી મટકા આંક ફરકના જુગારના રોકડા રૂપિયા ૧૨,૮૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૭ જેની કિ.રૂ.૨૮,૮૨૦/- ના મદ્દામાલ સાથે પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા ક.૧૨(અ) મુજબ કાયેદસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(૨) “ નાના જાંબુડા ગામના નવી વસાહતમાં રહેતા ચતુરભાઇ કરશનભાઇ વસાવાનાનો પોતાના ઘરની પાછળ આવેલ અડાળીમાં બેસીને આંક ફરકના આંકડા લખી જુગાર રમી રમાડે છે” તેવી બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેઈડ કરતા ત્યાં આગળ હાજર એક ઇસમ ખુલ્લી અડાળીમાં ઓટલા ઉપર બેસી કંઈક લખતો હતો અને બીજા કેટલાક ઇસમો વાંકા વળી આ લખનાર ઇસમ પાસે કંઇક લખાવતા હતા. તે દરમ્યાન અમોએ સદર જગ્યાએ રેઇડ કરવા જતાં અમો પોલીસ-પંચોને દુરથી જોઇ લેતાં વાકાં વળી લખાવનાર ઇસમો ભાગી ગયેલ અને ઓટલા ઉપર બેસી લખનાર ઇસમને અમોએ પકડી લીધેલ અને સદર ઈસમ વરલી મટકાના આંખ ફરકના આંકડા લખનાર ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ ચતુરભાઇ S/O કરશનભાઇ છીતલાભાઇ વસાવા ઉ.વ.૪૦ રહે.નાના જાબુંડા, નવી વસાહત, તા.નેત્રંગ જી.ભરૂચ નાઓનું હોવાનું જણાવે છે અને તેઓને સદર આંકડા લખી કોને આપે છે તે બાબતે પુછતા તેઓ પોતે “ સલમાન અબ્દુલ મલીક પઠાણ રહે.નેત્રંગ દર્શના નગર તા.નેત્રંગ જી.ભરૂચ ” નાઓના કહેવાથી લખતો હતો અને તેઓ મારા ઘરે આવીને આંકડા લખેલ સ્લીપ તેમજ પૈસા લઇ જતો હતો તેવું જણાવે છે જેમાં આરોપીની અંગ ઝડતીમાંથી વરલી મટકા આંક ફરકના જુગારના રોકડા રુપીયા ૨,૪૫૦/- તથા આંકડા લખેલી એક બુક કિ.રૂ.૦૦/- તથા એક બોલપેન કિ.રૂ.૦૦/- તથા એક કાર્બન પેપર કિ.રૂ.૦૦/- તથા મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રુપીયા ૩,૪૫૦/- ના મદ્દામાલ સાથે પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા ક.૧૨(અ) મુજબ કાયેદસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

(૩) “સાકવા ગામમાં રહેતા નિશાળ ફળિયામાં રહેતા બુધીયાભાઇ ઢેળીયાભાઈ વસાવાનો પોતાના ઘરની આગળ આવેલ અડાળીમાં બેસીને આંક ફરકના આંકડા લખી જુગાર રમી રમાડે છે ” તેવી બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેઈડ કરતા ત્યાં આગળ હાજર એક ઇસમ ખુલ્લી અડાળીમાં ઓટલા ઉપર બેસી કંઈક લખતો હતો અને બીજા કેટલાક ઇસમો વાંકા વળી આ લખનાર ઇસમ પાસે કંઇક લખાવતા હતા. તે દરમ્યાન અમોએ સદર જગ્યાએ રેઇડ કરવા જતાં અમો પોલીસ-પંચોને દુરથી જોઇ લેતાં વાકાં વળી લખાવનાર ઇસમો ભાગી ગયેલ અને ઓટલા ઉપર બેસી લખનાર ઇસમને અમોએ પકડી લીધેલ અને સદર ઈસમ વરલી મટકાના આંખ ફરકના આંકડા લખનાર ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ બુધીયાભાઇ S/O ઢેળીયાભાઇ રામજીભાઇ વસાવા ઉ.વ.૫૪ રહે.સાકવા, નિશાળ ફળિયુ, તા.નેત્રંગ જી.ભરૂચ નાઓને સદર આંકડા લખી કોને આપે છે તે બાબતે પુછતા તેઓ પોતે “ સલમાન અબ્દુલ મલીક પઠાણ રહે.નેત્રંગ દર્શના નગર તા.નેત્રંગ જી.ભરૂચ” નાઓના કહેવાથી લખતો હતો અને તેઓ મારા ઘરે આવીને આંકડા લખેલ સ્લીપ તેમજ પૈસા લઇ જતો હતો. તેવું જણાવે છે. જેમાં આરોપીની અંગ ઝડતીમાંથી વરલી મટકા આંક ફરકના જુગારના રોકડા રુપીયા ૨,૯૮૦/- મળી તથા આંકડા લખેલી સ્લીપો નંગ-૦૫ કિ.રૂ.૦૦/- તથા એક બોલપેન કિ.રૂ.૦૦/- મળી કુલ રુપીયા ૨,૯૮૦/- ના મદ્દામાલ સાથે પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા ક.૧૨(અ) મુજબ કાયેદસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ


Share

Related posts

ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદન કરાયું.

ProudOfGujarat

ભરૂચ રોટરી ફેમિના દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ, પ્રોટીન કીટનું વિતરણ, ગર્ભ સંસ્કાર પર સેમિનાર યોજાયો

ProudOfGujarat

મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ નવા વર્ષે શુભેચ્છા મુલાકાત આપી આશીર્વચન આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!