Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં હાઇટેન્શન લાઇન પર ચડતા વાનરોને કરંટ લાગવાથી 8 વાનરોનાં મોત થયા.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે કપિરાજો માટે કાળમુખો દિવસ બની રહ્યો હતો. સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે કપિરાજોનું ઝુંડ હાઈટેન્શન લાઈન ઉપર ચઢતા વીજ કરંટ લાગતા આઠ જેટલા કપિરાજોએ જીવ ગુમાવ્યા હતા. નેત્રંગના મોટા માલપુર ગામે જેટકો વીજ કંપનીના 66 કેવી ટાવર લાઇન ઉપર આજરોજ સવારે કપિરાજોનું એક ઝુંડ ચઢી ગયું હતું. જોકે તેઓને આ અંગે સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેઓની આ સ્વાભાવિક હરકત કાળમુખી બની રહેશે. હાઇટેન્શન લાઇન પર ચડતા જ કપિરાજોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને અનેક કપિરાજો ઊંચાઈએથી ભોંય ભેગા પછડાયા હતા, જે પૈકી આઠ જેટલા કપિરાજોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના અંગેની જાણ થતાં જેટકો વીજ કંપનીના અધિકારીઓ તેમજ ગામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાની આ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપ-કોંગ્રેસમાં અસમંજ, વડોદરા ચૂંટણી પહેલા ચર્ચામાં.

ProudOfGujarat

વલસાડ શહેરમાં આશરે 200 દર્દીઓને તેમજ આલીપોર તેમજ અન્ય ગામોમાં 300 થી વધુ દર્દીને ઘરે જઈને ઓક્સિજનના બોટલ ચડાવી.

ProudOfGujarat

ભાજપનો કોઈ નેતા જોઈએ નહીં ગામમાં, બહાર નીકળો, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ બન્યા નર્મદા પૂર ગ્રસ્ત વિસ્તાર લોકોના રોષનો ભોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!