Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના મુસાફરોને ભોજન કરાવી વતન રવાના કયૉ.

Share

પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારીના પગલે ભારત સરકાર ધ્વારા સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. અને કલમ ૧૪૪ નો અમલ કરાવવા અને રહીશો પોતાના ઘરની બહાર નહીં નીકળે, ઘરમાં જ રહે તે માટે સરકારીતંત્ર અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં નેત્રંગના બજારમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો, ધંધા-રોજગાર અને વાહન વ્યવહાર સદતર બંધ રહેતા ડેડીયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્ર રાજ્યના મુસાફરો અટવાયા છે. પગદંડીના સહારે પોતાના માદરે વતન જવા મજબુર બન્યા છે. તેમના વ્હારે નેત્રંગ પોલીસ આવી છે. અટવાયેલા મુસાફરોને નેત્રંગ પી.એસ.આઈ બી.એસ.ગામીત અને સાથી પોલીસ કમૅચારીઓએ ભરપેટ ભોજન કરાવી અને વાહનોની સગવડ કરીને પોતાના વતન રવાના કરી માનવતાના દશૅન કરાવ્યા હતા. જ્યારે નેત્રંગ તાલુકાભરના લોકોની આરોગ્યની સુખાકારી અને સલામતી માટે નેત્રંગ મામલતદાર એલ.આર.ચૌધરી, પોલીસતંત્ર, આરોગ્ય વિભાગના કમૅચારીઓ ફરજ બજાવી રહ્યા છે.અને વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સાવચેતી માટે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરત ભીમ અગિયારસનો જુગાર રમતા 153 પકડાયા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પડ્યા……

ProudOfGujarat

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

ProudOfGujarat

ભરૂચ :15 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભરૂચ બ્રાન્ચના સ્ટુડન્ટ એસોસિએશનને સેકન્ડ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!