Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાનાં મોટામાલપોર ગામે આવેલ અમરાવતી નદી સૂકી હોવાથી તેમાં પાણી છોડવા રજુઆત કરવામાં આવી.

Share

નેત્રંગ તાલુકાનાં મોટામાલપોર ગામે આવેલ અમરાવતી નદી પર ધોલેખામ ડેમ આવેલ છે અને હાલમાં આ નદી સુકીભઠ છે. હાલમાં પશુ તથા આમ જનતાને પીવાનાં પાણી ખુબ તકલીફ છે ત્યારે મોટામાલપોર ગામની જનતાની માંગણી છે ડેમમાંથી વહેલામાં વહેલી ટકે પાણી છોડવામાં એવી ગામની જનતાની માંગ ઉઠી છે. આ નદી પર જીવતા આંજેલી, ઉડી, મોટામાલપોર, તથા ગંભીરપુરા, જેવા અનેક ગામો આવેલ છે. આ નદીમાં પાણી છોડવામાં આવે તો કોઈ પણ જનતા તથા પશુઓ પાણી પી શકે તથા આ ઉનાળાની સીઝનમાં પાણી ખુબ જરૂરિયાત ઉભી થઈ છે.મોટામાલપોર ગામનાં સરપંચ એ જણાવ્યું હતું કે મોટામાલપોર ગામ પર આવેલ અમરાવતી નદીમાં હાલ ઉનાળા સીઝન હોવાથી તે નદીમાં હાલમાં પીવા માટે પાણી પણ નથી જેથી ગામના ઢોર – પશુ, પંખી તથા જનતાને પણ પાણી પીવા માટે ખુબ તકલીફ પડે છે. ગામના સરપંચ ધોલેખામ ડેમ જઈને રજુઆત કરતા ત્યાંના સરકારી કર્મચારીએ ભરૂચ કચેરીનો સંપર્ક કરતા નદીમાં પાણી છોડવાની રજુઆત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વસરાવી નર્સિંગ કોલેજમાં તથા વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અટલ બિહારી વાજપેયી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકલ ખાતે વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

સાયખા જીઆઇડીસીમાં હિન્દ પ્રકાશ કેમિકલ કંપનીમાં વીજ કરંટ લાગતાં કામદારનું મોત

ProudOfGujarat

फ़िल्म रिलीज से पहले अय्यारी की टीम पहुंची स्वर्ण मंदिर!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!