Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્વતંત્રતા દિવસ પર PMની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા : પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ

Share

નવી દિલ્હી તા. ૧૩ : સ્વતંત્રતા દિવસની અંતિમ તૈયારી થઈ ચૂકી છે. જમીનથી લઈને આકાશ સુધી અભેદ્ય સુરક્ષા ચક્ર તૈયાર છે. દિલ્હી પોલીસે લાલકિલા, ભીડ-ભાડવાળા માર્કેટ, હોટલ, મોલ, ઈન્ડિયા ગેટ, બસ સ્ટેશન, બધા જ વિસ્તારોમાં કડક સુરક્ષાની વ્યવસ્થા કરી છે. હાઈ એલર્ટ જાહેર કરીને મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી છે.

દિલ્હીના મોટા બજારોમાંથી એક કરોલબાગ માર્કેટમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સેન્ટ્રલ ડિસ્ટિકની એડિશનલ ડીપીસી ઉર્વિજા ગોયલે જણાવ્યું કે, આ માર્કેટમાં દરેક જગ્યા પર મેટલ ડિટેકટર ગેટ લગાવવામાં આવ્યા છે. આવતા-જતા દરેક વ્યકિતને તપાસવામાં આવી  રહ્યો છે. વિસ્તારમાં લાગેલ ૭ હજારથી વધારે સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખવામાં આવી રહી છે માર્કેટ એસોસિએશન સાથે સતત મીટિંગ થઈ રહી છે અને વિસ્તારમાં પોતે એસીપી અને એસએચઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

Advertisement

કરોલબાગના ગફફાર માર્કેટમાં ૨૦૦૮માં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આ વિસ્તાર અતિ  સવેંદનશીલ વિસ્તારમાં આવે છે. આ રીતે વિદેશીઓની પસંદગીની જગ્યા પહાડગંજ વિસ્તારમાં પણ આવી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બધી જ જગ્યાઓ પર વોન્ટેડ આતંકીઓના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. લોકોને અપિલ કરવામાં આવી છે કે, જો લાગેલ પોસ્ટરમાં લાગેલ વ્યકિત જોવા મળે તો તરત જ પોલીસને સૂચના આપે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સેન્ટ્રલ દિલ્હીથી નવી દિલ્હી વચ્ચેના વડાપ્રધાન રૂટ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. લાલકિલ્લાની આસપાસ ઉંચી બિલ્ડીંગો પર સ્નાઈપરોને તૈનાત કરવામાં આવ્યા છે. આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યાં રહેનારાઓ અને ભાડૂતોની પણ ઓળખ કરી લેવામાં આવી છે. આ વિસ્તારમાં પીએમસના ભાષણ સુધી પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો આસપાસ પતંગ ઉડતી નજરે પડશે તો એક કાઈટ કેચર ઉપકરણ દ્વારા તેને નીચે લાવવામાં આવશે. ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ છે. ડોગ સ્કવોડ અને બોમ સ્કવોડ સતત રૂટ ચેક કરી રહ્યું છે. કોઈપણ અનહોની અને આતંકીઓને પડકારવા માટે એનએસજી કમાન્ડોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

( સૌજન્ય : અકિલા )


Share

Related posts

લીંબડી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ વાડી વિસ્તારમાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય કક્ષાનો રોજગાર મેળો કેરિયર એક્સપો જોબ ફેર – 2019 યોજાયો..

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રોમિયોગીરી કરતા લોકો ઉપર નિર્ભયા સ્કવોર્ડનો સપાટો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!