Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-મહંમદપુરા સર્કલ ખાતેના થાબલા પર લગાવવા માં આવેલ લાઇટ હવામાં લટકી-કોણે મુક્યા વિસ્તારના લોકોને અંધારામાં..જાણો લાઈટ બની ચર્ચાસ્પદ….

Share

 

છેલ્લા કેટલાય સમય થી શહેર ના મહંમદ પુરા વિસ્તાર માં સર્કલ વચ્ચે લાઇટ ના થાબલા ઉપર હજારો ની કિંમત ધરાવતા હેલોજન બલ્બ કંઇક તસ્વીર માં દેખાય છે તે પ્રકાર ની સ્થિતિ માં મુકાયું છે…
એક તરફ ગુનાખોરી અને ચોરી જેવા બનાવો અટકાવવા માટે પોલીસ વિભાગ નક્કર કાર્યવાહી કરતું નજરે પડ્યું છે તો બીજી તરફ શહેર નો પશ્ચિમ વિસ્તાર માં આવેલ મહંમદ પુરા ખાતે હાઇવોલ્ટ ધરાવતી લાઇટ ભયજનક હાલત માં મૂકી તંત્ર ના કેટલાક લોકો જતા રહ્યા હોવાની માહિતી મળી રહી છે..અને રાત્રીના સમયે અકસ્માત સર્જાવવા ની ભીતી હાલ તો આ દ્રશ્યો બાદ થી નકારી શકાતી નથી..કારણ કે લાઈટ હવા માં જોલા ખાઈ રહી હોય તેમ નજરે પડી રહી છે..

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે લટકતી લાઈટ જાહેર માર્ગ ઉપર શહેર ના તંત્ર ની આબરૂના ધજાગરા તો ઉડાવી રહી છે સાથે સાથે આસપાસ થી પસાર થતા વાહન ચાલકોના જીવ સાથે પણ જોખમી રીતે લટકતી લાઈટ રમત રમી હોય તેમ લાગી રહ્યું છે..અને સોશિયલ મીડિયામાં લટકતા વિકાસ નામ ની ટેગ થી આ લાઈટ નો થાબલો લોકો વચ્ચે જોરશોર થી જામ્યો છે…..  હાલ તો આ પ્રકાર ની સ્થિતી માં મુકાયેલા લાઈટ ના થાબલા ઉપર થી કહી શકાય કે કદાચ તંત્ર ના કર્મીઓ પાસે આને રીપેરીંગ કરવા માટે ટાઇમ નથી કે પછી કોઈ ને ખબર જ નથી કે પછી તંત્ર ના કર્મીઓની લાઈટ ના થાબલા ની જેમ બત્તી ગુલ થઇ ગઇ છે તેવી ચર્ચાઓ આ થાબલા ને જોયા બાદ લોકો માં ટોક ઓફ ધી ટાઉન બની છે….

 


Share

Related posts

ઉમરપાડામાં વરસાદ અને વાવાઝોડાથી ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થવાથી આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

જિલ્‍લા કલેકટર આર. આર. રાવલે અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ભગોદ ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વર : ગણેશ વિસર્જન બાદ આજે પાલિકા દ્વારા મૂર્તિઓને સુરક્ષિત બહાર કાઢી પ્રોસિંગ કરવા કામગીરી હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!