Proud of Gujarat
FeaturedGujarat

ઓવરટેક કરવા જઈ રહેલી લકઝરી થી બચવામાં ટ્રકે પલટી ખાધી,સદ્ભાગ્યે ચાલકનો બચાવ…

Share

પાલેજ તા.૧૧-૦૪-૨૦૧૯

વડોદરા થી ભરુચ તરફ જતાં હાઇવે નંબર ૪૮ ઉપર પાલેજ નજીક વહેલી સવારે ૫:૩૦ વાગે કન્ટેનર ટ્રક જે વડોદરા થી ભરૂચ તરફ નાં રોડ ઉપર થી પસાર થઈ રહ્યું હતું દરમ્યાન પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરીનાં ડ્રાઈવર દ્વારા ઓવરટેક કરતા કન્ટેનરનાં ચાલકે બચાવમાં ડિવાઈડર તરફ ટ્રક લઈ જતા ટ્રક ડિવાઈડર ઉપર ચઢી પલટી થઈ જવા પામી હતી.ઘટનામાં સદભાગ્યે ચાલાકનો બચાવ થયો હતો.ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વારંવાર રાત્રી દરમિયાન આડેધડ હંકારવામાં આવતી લકઝરીઓ ના પગલે અનેક નાના વાહન ચાલકો મુસીબતમાં મુકાઈ ગયા હોવાના બનાવો બનવા પામ્યા છે. એવામાં હાઈવે પોલીસ દ્વારા રાત્રી દરમિયાન આડેધડ હંકારતા લકઝરી ચાલકો ઉપર દંડાત્મક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.

Advertisement

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

રાજ્‍યકક્ષાના સહકાર, રમતગમત યુવક સાંસ્‍કૃતિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષતામાં કૃષિ મેળો યોજાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન થયું

ProudOfGujarat

મહેમદાવાદના કરોલી પાસે રૂ ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!