Proud of Gujarat
FeaturedGujarat

વરેડિયા ભૂખી ખાડી ઉપર સમારકામના પગલે હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા.

Share

પાલેજ તા.1/5/2019

રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર વરેડિયા પાસે આવેલી ભુખી ખાડી ઉપર નાં ઉબળ ખાબળ રોડ નું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે ભરુચ તરફ થી વડોદરા તરફ જતાં વાહનો ભુખી ખાડી ઉપર એક માર્ગીય વાહન વ્યવહાર માંથી પસાર થતા વારંવાર ટ્રાફિક ની સમસ્યા ઉભી થતી જોવા મળી રહી છે.

Advertisement

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં-૪૮ ઉપર વાહનો ની લાંબી કતારો પાછળ નાં કેટલાક દિવસો થી ચાલતા સમારકામ ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.જેનાં કારણે કેટલાક વાહન ચાલકો ભરુચ થી નબીપુર થઈ હિંગલ્લા ચોકડી થઈ વાયા પાલેજ હાઇવે ચોકડી થઈ વડોદરા તરફ આગળ જતાં પાલેજ રેલવેસ્ટેશન ઉપર ની ફાટક ઉપર બજાર માં ટ્રાફિક ની સમસ્યાઓ સર્જાય રહી છે.અધૂરાં માં પુરી રેલવેસ્ટેશન પાલેજ ખાતે ની વલણ ફાટક ઉપર સમાર કામ ચાલુ છે.રેલવે ફાટક બે દિવસ ઉપરાંત થી બંધ છે બે રેલવે પોલીસ મેન ઉપર સતત મોબાઇલ રાખી ટ્રાફિક નિયંત્રણ ની ઔપચારિકતા પુરી કરે છે. અહીં ઓવર લોડ વાહનો ની અવરજવર થી રેલવેસ્ટેશન નજીક માં ફાટક ઉપર ભારે અફરા તફરી નો માહોલ દર થોડાં સમયે ટ્રેનો નાં અવજા નાં સમય દરમ્યાન ફાટક બંધ પડે ત્યારે સર્જાય છે જે એક ખૂબ મોટી સમસ્યા છે.

પાલેજ બઝાર માં ભારદારી વાહનો ની અવજા હાઇવે તરફ ની વધી જાવા પામી છે. બઝારો માં વાહનો પાર્કિંગ થી રાહદારીઓ દુકાનદારો અને અહીં થી પસાર થતાં વાહનો માં ટ્રાફિક જામ થઈ દર થોડી મિનિટો એ બુમરાડ મચી રહી છે.લોકો બે તમાશા જોઈ ને પોલીસ તંત્ર પ્રત્યે ફિટકાર અને નિસાસા ની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.આ તરફ કોઈ ધ્યાન આપશે? પાલેજ પી.આઇ મથક વેપારી શકુંલ છતાં પણ ટ્રાફિક ની સમસ્યા હલ કેમ થતી નથી? વાહનો પાર્કિંગ ની વ્યવસ્થા ઉભી કરી શકાય એમ છે. વારંવાર પાલેજ બઝારમાં ટ્રાફિક પોલીસ ની માંગ ઉભી થવા પામે છે છતાં તંત્ર ના બેહરા કાન સુધી આ અવાઝ પહોચતો નથી જેના પગલે દિવસે ને દિવસે પાલેજ નગર ના વેપાર ધંધા ને ગ્રહણ લાગી રહ્યું છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

ભરૂચ : લગ્નનાં માંડવે અનોખી કોમી એકતાનાં દર્શન, વાગરા ખાતે સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો.

ProudOfGujarat

અંક્લેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે બે પ્રોજેક્ટ નુ લોકાર્પણ થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!