Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર – ભરૂચ એલસીબીએ વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઇ પટેલ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી ને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના પંચાયતી બજાર વિસ્તારમાં રહેતા સંગીતાબેનના ઘરે રેડ કરી હતી.જેમાં સંગીતાબેનના ઘરેથી ૪૦ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.ભરૂચ એલસીબીએ દારૂની બોટલની સાથે એક મહિલાને ઝડપી પાડી હતી ત્યારે બીજા અન્ય આરોપી મહેશભાઈ વસાવા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ભરૂચ એલસીબીએ 6000 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ એલ.સી.બી પાછલા કેટલાક સમયથી અંકલેશ્વરમાં રેડ કરી રહી છે.જેમાં આંકડા જુગારના હોય કે પછી વિદેશી દારૂના બુટલેગરો તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નીલકંઠ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી ભારે જહેમતે ડી પી એમ સી ના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી

ProudOfGujarat

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ અને ભરૂચ ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

ProudOfGujarat

અંકલેશ્વર ચૌટા બજારમાં પોસ્ટ ઓફિસ બાજુના બાંધકામને બૌડા એ પુનઃ સીલ માર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!