Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજનાં યુવાનની ભાજપ તાલુકા ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લા ભાજપનાં તાલુકાનાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ મહામંત્રીની વરણી થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં પાલેજનાં યુવાનને ભાજપ ઉપ પ્રમુખ તરીકેની જવાબદારી મળતા ગામ આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા ભાજપ પક્ષના પ્રમુખ યોગેશભાઈ પટેલ તથા જિલ્લા મોવડી મંડળ સાથે વિચાર વિમર્શ કરી ભરૂચ તાલુકા ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ પદે અલ્પેશસિંહ દલપતસિંહ રાજ તથા ઉપપ્રમુખોમાં પાલેજનાં ઉત્સાહી કાર્યકર જયેશભાઈ સોજીત્રાની નિમણૂક થતાં તેઓનો સન્માન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટનસન જાળવી સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલેજનાં માજી તાલુકા પંચાયત સભ્ય સરીફખાન પઠાણ, સામાજિક કાર્યકર જફુરખાન પઠાણ, સિકંદરખાન પઠાણ, સોહિલખાન પઠાણ, ઘનશ્યામ પટેલ, ઈરફાન બોબી, ઇકબાલ ખા માસ્તર, ઇલ્યાશ અમનુલ્લાહ પઠાણ, રફીક પઠાણ, જગદીશ ભજીયા વાલા, શબ્બીર પઠાણ મામા, સહેજાદ જોલી, મીનહાઝ મુલ્લા પઠાણ સહિત દેરોલ ગામના સરપંચ દિલાવર ભાઈ, કિયા ગામના માજી સરપંચ મહેબૂબભાઈ પક્ષના યુવા કાર્યકરો ઉપસ્થિત રહી જયેશભાઇ સોજીત્રાનું ફૂલહારથી સન્માન કર્યું હતું અને તેઓને ઉપપ્રમુખ પદની શુભકામના પાઠવી હતી .

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરી મારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની 19 શાળાઓમાં FLN માટે સ્ટેશનરી વસ્તુઓ આપી

ProudOfGujarat

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી, 3 દર્દીઓને ઝાડા ઉલટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!