Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર ખાતે આવેલી સાર્વજનિક હોસ્પિટલને ૧૪ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવાયો.

Share

ભરૂચ તાલુકાના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલને ૧૪ દિવસ માટે બંધ કરવાનો ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવાયો છે. ગત તારીખ ૧૩ મી જુલાઇના રોજ ભરૂચ તાલુકાના કવિથા ગામેથી એક બીમાર વ્યક્તિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીને પ્રાથમિક સારવાર આપીને બોટલો ચઢાવ્યા પછી દર્દીના સગાઓ દર્દીને વડોદરા વધુ સારવાર અર્થે લઇ ગયા હતા.જ્યાં દર્દીની તપાસમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો.આ અંગેની માહિતી આરોગ્ય ખાતા મારફત નબીપુર હોસ્પિટલને કરાતા ટ્રસ્ટીઓ દ્વારા હોસ્પિટલને ૧૪ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથો સાથ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને સ્ટાફને પણ ૧૪ દિવસ માટે હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત છ કર્મચારીઓને હોમ કોરન્ટાઇન કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આમ હવે ધીરે ધીરે કોરોનાનો કહેર ગ્રામ્ય વિસ્તારો તરફ દેખાવા માંડતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળા દ. ગુજરાત વીજ કંપનીની કચેરીમાં કનેક્ટિવિટીના ધાંધિયા: બીએસએનએલ કલેકટર કચેરી પાસે બીએસએનએલના કેબલ કપાયા હોવાથી ઇન્ટરનેટ સેવા ખોરવાઈ..

ProudOfGujarat

અંકલેશ્વર : સરકારી ગાડી પર તલવારથી કેક કાપી જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવી ટ્રેન્ડમાં : સરકારી કર્મચારીઓ જ ઉડાવી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા …!

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!