Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજના બંધ પેટ્રોલપંપ પરથી ₹7.08 લાખની બિયર ભરેલી ટ્રક ઝડપાઈ :  સિમલાથી સફરજન મુંબઈમાં ખાલી કરી પરત ફરતી ટ્રકમાં દારૂની હેરાફેરી; LCBએ ₹19.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Share

 

ભરૂચ :

Advertisement

ગણેશોત્સવ દરમિયાન ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે પાલેજ નેશનલ હાઈવે-48 પર આવેલા બંધ ભારત પેટ્રોલપંપ નજીકથી બિયર ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાંથી 205 બોક્સમાં ભરેલી કુલ ₹7.08 લાખથી વધુની કિંમતની બિયર મળી આવી હતી. પોલીસે ટ્રક, બિયર અને મોબાઈલ સહિત કુલ ₹19.28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એલસીબીના હેડ કોન્સ્ટેબલ તગ્દીરસિંહને બાતમી મળી હતી કે, પાલેજથી ભરૂચ તરફના માર્ગ પર બ્રિજ પૂર્ણ ડાભી તરફ આવેલા બંધ પેટ્રોલપંપની અવાવરૂ જગ્યામાં એક શંકાસ્પદ ટ્રક પાર્ક કરાયેલી છે. બાતમીના આધારે પીઆઈ મનિષ વાળાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

ટ્રકની કેબિનમાંથી હેમચંદ શ્યામલાલ કૌશલ (રહે. ધનુધાર, નિરમંડ, કુલ્લુ, હિમાચલ પ્રદેશ) મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતાં તાડપત્રીના હુડ નીચે બિયરના બોક્સ મળી આવ્યા હતા. ગણતરી કરતાં કુલ 205 બોક્સ મળી આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે, તે સિમલાથી સફરજન ભરી મુંબઈ મંડીમાં ખાલી કરી પરત ફરી રહ્યો હતો. દરમિયાન આશરે એક મહિના અગાઉ સંપર્કમાં આવેલા શખ્સે તેને ફોન કરી બિયરની પેટીઓ ભરી ભરૂચના પાલેજ પાસે પહોંચાડવા જણાવ્યું હતું. તેના બદલામાં ₹80 હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું હતું.

ડ્રાઈવરના જણાવ્યા મુજબ ગુજરાત ચેકપોસ્ટથી દમણ તરફ આશરે એક કિલોમીટર દૂર એક ફેક્ટરી પાસે ટ્રક ઉભી રખાવવામાં આવી હતી. ત્યારબાદ પિકઅપ વાહનમાં બિયરના બોક્સ લાવી ટ્રકમાં ભરવામાં આવ્યા હતા. બાદમાં સ્કૂટર પર આવેલા શખ્સે મેઈન રોડ સુધી પાયલોટિંગ કર્યું હતું.

પોલીસ તપાસમાં ડ્રાઈવરે વધુમાં જણાવ્યું હતું કે, તેને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે મારફતે ભરૂચ પસાર કરી સર્વિસ રોડ વિસ્તારમાં રોકાવા અને ત્યારબાદ પાલેજના પેટ્રોલપંપ પાસે પહોંચવા સૂચના આપવામાં આવી હતી.

આ કેસમાં પાલેજ પોલીસે હેમચંદ કૌશલની ધરપકડ કરી દારૂની હેરાફેરી કરાવનાર શખ્સ, દમણથી બિયર ભરાવનાર પિકઅપ ચાલક તથા ટ્રકનું પાયલોટિંગ કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ સિવિલમાં આયુષ્યમાન કાર્ડને લઈને વિવાદ, ૪૦ કીમી દૂરથી આવતાં લાભાર્થીને 6 વાર ધક્કા ખવડાવ્યાનો આક્ષેપ : યુવાનનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો, મામલાની ઝીણવટભરી રીતે  તપાસની માંગ

ProudOfGujarat

કોરોના અપડેટ પંચમહાલ જિલ્લામાં એક પણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી.

ProudOfGujarat

મુંબઇ ફરવા ગયેલાં યુવાને ખર્ચી કાઢવા ટ્રેનમાં 13 હજારનો દારૂ લાવ્યો, પોલીસે પકડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!