Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલણ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

Share

પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઇ હતી. આયોજિત નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં સેવા પ્રદાન કરતા નામાંકિત તબીબોએ દર્દીઓને સેવાઓ પ્રદાન કરી હતી. સર્વ રોગ નિદાન શિબિરમાં અંદાજિત ૩૫૦ ઉપરાંત દર્દીઓએ નિશુલ્ક સેવાનો લાભ લીધો હતો.

આંખના મોતિયાના ઓપરેશનના જરૂરતમંદ દર્દીઓને મોતિયાનું નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવાયું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિર યોજાતી રહે છે જેનો ગરીબ વર્ગના લોકો બહોળા પ્રમાણમાં લાભ લેતા હોય છે સાંપ્રત મોંઘવારીના યુગમાં વલણ હોસ્પિટલ સંચાલકો દ્વારા ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની સેવાની એક સરાહનીય સરવાણી વહાવી માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

Advertisement

યાકુબ પટેલ:- પાલેજ


Share

Related posts

ભરૂચ શહેર ના નગર પાલિકાના વોર્ડ માં ચૂંટાયેલા સભ્યોની કમ્પ્લેન ઉપર પાલિકાનું તંત્ર ધ્યાન ન આપતું હોય આજ રોજ પાલિકા કચરી ખાતે પાલિકા ના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો……..

ProudOfGujarat

ચાઇલ્ડ વેલ્ફેર સમિતીમાં ચેરમેન પદે પુર્વ નગરપાલીકા પ્રમુખ આર.વી.પટેલની નિમણુક ….

ProudOfGujarat

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!