Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધતા કોઝ વે બંધ થતા ચાર જેટલા ગામોનો વ્યવહાર ઠપ થઇ જવા પામ્યો.

Share

ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને પગલે કરજણ તાલુકાના વિરજય ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધી જવા પામ્યો હતો. જેના પગલે નદીમાંથી સામે પાર જવા માટે બનાવેલો કોઝવે પરથી છ ફૂટ જેટલું પાણી પસાર થતા સામે પાર આવેલા ચાર ગામો ખાંધા, અભરાપરા, કોટણાપરા તેમજ કોટણા સંપર્ક વિહોણા થઈ જવા પામ્યા હતા.

મીડિયા ટીમ દ્વારા નદીની મુલાકાત લેતા નદી બે કાંઠે વહી રહી હોવાનું નજરે પડ્યું હતું. ગામના સ્થાનિક રાજેશભાઈ વસાવા સાથે થયેલી વાતચીતમાં રાજેશભાઇએ જણાવ્યું હતું કે દર વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા અમારા ગામની સામે પાર આવેલી ૭૦ ટકા ખેતીની જમીનમાં જઈ શકાતું નથી તો તંત્ર દ્વારા કોઝ વે ઉંચો કરવામાં આવે એવી રાજેશભાઈ દ્વારા માંગ કરાઈ હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ભરૂચ : ટંકારીયામાં પચાસ બેડની સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામશે.

ProudOfGujarat

ઝઘડિયાના અછાલિયા ગામે દુધ મંડળી ખાતે ડિ સેગ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : બિનજરૂરી બહાર ફરતા લોકોને સફેદ ટાવર પાસે પોલીસે રોકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!