Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં ભરૂચ એ.એસ.પી. ની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે મીટીંગ યોજાઇ હતી.

Share

આગામી ૨૮ મી ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે પાલેજ પોલીસ મથકમાં કોંગ્રેસ તથા ભાજપ પક્ષના ઉમેદવારો તેમજ નગરનાં આગેવાનો સાથે ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની અધ્યક્ષતામાં એક મીટીંગ યોજાઇ હતી.

નાયબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ આગામી તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે જરૂરી સૂચનો કર્યા હતા.વધુમાં તેઓએ પોલીસ તંત્રના સહકારની પણ ખાત્રી ઉચ્ચારી હતી અને ખાસ કરીને આચાર સંહિતાના નિયમોનું પાલન કરવા તેમજ ખેલદિલીથી ચૂંટણી લડવા બંને પક્ષોના ઉમેદવારોને ખાસ અનુરોધ કર્યો હતો. આયોજિત મિટિંગમાં કોંગ્રેસ તથા ભાજપાનાં ઉમેદવારો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : ને.હા 48 સાંસરોદ નજીક આઇસર ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.

ProudOfGujarat

ગોધરામાં વધુ 4 કેસ પોઝિટિવ મળતા જિલ્લામાં સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા 20 થઈ, સક્રિય કેસોની સંખ્યા 18.

ProudOfGujarat

વેસ્ટન રેલ્વે એમ્પલોઈઝ યુનિયન દ્વારા ત્રિ દિવસીય તાલીમ શિબીરનુ સમાપન. ગોધરા, રાજુ સોલંકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!