Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ માં ત્રણ દુકાનો નાં સટલ નાં તાળા તોડી તસ્કરો એ તરખાટ મચાવ્યો

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

રવિવાર ની મોડી રાત્રે પાલેજ નગર માં ત્રણ જેટલી દુકાનો ના સટલ ના તાળા તોડી ચોર તોડકી દ્વારા પુનઃ પાલેજ પોલીસ ને પડકાર ફેંકવામાં આવ્યો હોઇ એમ જણાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ જૂની પોલીસ ચોકી વિસ્તાર માં આવેલી ઇલેક્ટ્રીક સમાન ની એક દુકાન તેમજ મોબાઈલ દુકાન અને ઇલાહી શોપિંગ માં આવેલ હાર્ડવેર ની દુકાનો પેકી ની દુકાન માં રાત્રે તસ્કર ટોળકી એ દુકાનો નાં સટરો ઉંચા કરી દુકાન માં ચોરી નો નિષ્ફર પ્રયાસ કર્યો હતો. પાલેજ નગર ના હાર્ટ વિસ્તાર ગણાતા બજાર ને જોડી ના આવેલા આ વિસ્તાર માં આવેલ દુકાનો માં થી માલમુદ્દા ની ચોરી કરવાનો પ્રયાસ થયો હતો, રાત્રીના બે વાગ્યે સુધી આ વિસ્તારોમાં ચહલ પહલ રહેતી હોવાથી વહેલી સવારે ૪ થી ૫ વાગ્યા ના અરસામાં ચોર તોડકી દ્વારા ત્રાટકી હોવાનો અંદાજો મુકાઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે આ બધી દુકાનો પાલેજ પોલીસ રેહઠાર ની બિલ્ડીંગ ના પાછળ આવી છે જેથી ચોર તોડકી એ સીધે સીધો પાલેજ પોલીસ ને પડકાર ફેંક્યો હોઈ એમ લાગી રહ્યું છે, ચોરી ની ઘટના માં કેટલા મુદ્દામાલ ની ચોરી થવા પામી છે એવી કોઈ વિગત જાણવા મળી નથી તેમજ સમગ્ર ઘટના અંગે હજુ સુધી પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી નથી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં ચાંદણીયા ગામે ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભેંસવડી ગામ પાસે શેત્રુંજી નદીના આરામાં બેફામ થતી ખનીજ-રેતી ચોરી અટકાવવા કલેક્ટરને પત્ર પાઠવાયો.

ProudOfGujarat

રેન્જ આઈ જી અને સુરત જીલ્લા પોલીસ વડાએ માંગરોળ – ઉમરપાડાની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!