Proud of Gujarat
SportFeaturedGujaratINDIA

દેવગઢ બારીયા ની સ્પોર્ટ્ એકેડેમી ના વિદ્યાર્થીઓએ નેશનલ એથ્લેટિક મા મેડલ મેળવ્યા

Share

દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા ની સ્પોર્ટ્ એકેડેમી ના ત્રણ રમતવીરોએ નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપ માં એક સીલ્વર અને બે બ્રોન્ઝ મળી ત્રણ મેડલ મેળવી દાહોદ જીલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું હતું.
દાહોદ જીલ્લાની દેવગઢ બારીયા સ્પોર્ટ એકેડેમી ના ત્રણ રમતવીરોએ તમિલનાડુ ના ત્રુણુન્મલાઈ ખાતે યોજાયેલ નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધા માં ભાગ લીધો હતો, જેમા દેવગઢ બારીયાની સ્પોર્ટ એકેડેમી ના ત્રણ રમતવીરો એ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એથ્લેટિક સ્પર્ધામાં નેશનલ કક્ષાએ ત્રણ મેડલ મેળવ્યા છે, જેમા ભાવનગર ના વિશાલ મકવાણા એ 10 કિલો મીટર દોડ માં બીજો નંબર આવતા સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે કશ્યપ સંઘાણી-રાજકોટ તેમજ દ્રષ્ટિ ચૌધરી-મહેસાણા એ 3 કિલો મીટર દોડ માં બંન્ને રમતવીરોએ ત્રીજો નંબર મેળવતા બંન્ને એ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. દાહોદ જીલ્લાની દેવગઢ બારીયા સ્પોર્ટ એકડમીના સીનીયર કોચ ડી.એસ.રાઠોડ અને એક્સપર્ટ કોચ રીડમલસિહ ભાટી ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા રમત વિરોએ ભવિષ્યમાં ગોલ્ડમેડલ મેળવીને ગુજરાત રાજ્ય નું નામ રોશન કરવાની આશા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્મા અને ગુજરાતના કેબિનેટ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજા ભારત પર્વમાં સહભાગી બન્યા

ProudOfGujarat

વડોદરા : કરજણના ઉરદ ગામની સીમમાં આવેલી ૬૫૦ વર્ષ પુરાણી ઐતહાસિક વણઝારી વાવની અનોખી ગાથા..

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના નવા સાત પદાધિકારીઓની નિમણૂક કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!