Proud of Gujarat
FeaturedGujarat

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતેથી રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ.

Share

પંચમહાલ રાજુ સોલંકી

મુંખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને પરંપરાગત ખેતીને બદલે આધૂનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે મહત્તમ પાક ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બનવા જણાવ્યું છે.  મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ગુજરાત હંમેશા અગ્રેસર રહી વડાપ્રધાનશ્રીના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબધ્ધ છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકાના ખાનપુર ખાતેથી રાજયવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ નો પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રદર્શનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની પ્રતિક એવી ગૌ-માતાનું પૂજન કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું સરદાર પટેલ પુરસ્કાર, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું શાલ, રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરવા સહિત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના સહિત કુલ ૧૬ લાભાર્થીઓને રૂા.૮.૪૫ લાખના ચેકોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ૧૨૧ જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાાથા રજૂ કરતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.મુંખ્યમંત્રીશ્રીએ રાજયમાં ગીર અને કાંકરેજ નસલની ગાયોના જતન અને સંવર્ધન માટે સરકાર પ્રતિબધ્ધ છે. તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને કૃષિ અને પશુપાલનનો વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થવાનો અનુરોધ કરી ખેડૂતો અને યુવાનોને આધૂનિક ટેક્નોલોજી અને નવીન ખેત પધ્ધતિઓ દ્ધારા કૃષિ વ્યવસાયમાં જોતરાવવા જણાવ્યું હતું. ખેડૂત અને ખેતી સમૃધ્ધ હશે તો જ ગામડાઓ સમૃધ્ધ બનશે. છેવાડા ખેડૂતોની પણ ખેતી સમૃધ્ધ બને દિશામાં સરકાર આગળ વધી રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું. ખેડૂત જગતનો તાત કહેવાય છે, પરંતુ આઝાદીના પાંચ દાયકાઓ દરમિયાન ભૂતકાળના શાસકોએ ખેડૂત અને ખેતીની ઉપેક્ષા કરી હતી, જેથી ખેડૂત બાપડો બિચારો અને દેવાદાર બન્યો હતો તેમ જણાવતા મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્ધષ્ટિવંત નેતૃત્વમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેને પરિણામે ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે.મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૮ લાખ ખેડૂતોને રૂા.૧૧૦૦/- કરોડની ઇનપુટ્સ સહાય સીધે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

Advertisement

ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકારે મગફળી, તુવેર, મગ, અડદ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરી છેલ્લા ત્રણ વર્ષમાં રૂા.૯૭૦૦/- કરોડની ખેડૂતોને ચૂકવણી કરી છે. તેમ મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું મુંખ્યમંત્રીશ્રીએ રાજયમાં સિંચાઇનો વ્યાપ વધારવા નર્મદા-પાનમ-કડાણા-ઉકાઇ અને દાંતીવાડા ડેમનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડ્યું છે.  મુંખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવા ડ્રીપ ઇરીગેશન અપનાવી વન ડ્રોપ – મોર ક્રોપ નો સંકલ્પ સાકાર કરવા જણાવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને સમયસર સારાયણિક ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ગુણવત્તાયુક્ત બિયારણો મળી રહે તે માટે રાજય સરકારે કરેલ આગોતરા આયોજનની માહિતી આપી હતી.   મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ સુધીની કૃષિ લોન શૂન્ય ટકા વ્યાજે આપવામાં આવી રહી છે.  મુંખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ મહોત્સવની સાથે પશુ આરોગ્ય મેળાના આયોજનથી પશુઓના જટીલ ગંભીર રોગોની સ્થળ પર તપાસ નિદાન સારવાર સાથે પશુઆરોગ્ય મેળા યોજવામાં આવી રહયા છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું વિવિધ સંસ્થા, સંગઠનો દ્ધારા પરંપરાગત આદિવાસી કોટી, તલવાર, સાફો, ચાંદીનું કડુ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ગુજરાતમા બનતી બળાત્કારની ઘટનાઓ સંર્દભ મહિલા કોંગ્રેસ નુ આવેદન

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!