Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ : ખુણિયા મહાદેવનાં ધોધ પાસે ફસાયેલા ૭૦ સહેલાણીઓને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવ્યા.

Share

ગુજરાતભરમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે નદીનાળા ડેમો પણ છલકાઈ ગયા છે.પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા ખુણીયા મહાદેવના ધોધમાં નાહવાનો આનંદ માણવા ગયેલા ૭૦ થી વધુ સહેલાણીઓ વરસાદને કારણે પાણી વધી જતા ફસાઈ ગયા હતા. જેમને પાવાગઢ પોલીસે રેસ્કયુ કરીને બચાવી લીધા હતા. પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ હાલ ચોમાસાની ઋતુમાં લીલીછમ વનરાજીથી ખીલી ઉઠ્યુ છે.આ પાવાગઢ પર્વતની તળેટીમાં ખુણિયા મહાદેવનો ધોધ આવેલો છે.જેમા નાહવાનો આનંદ લેવા ગુજરાતભરમાંથી પર્યટકો આવે છે. હાલમા કોરોનાની મહામારી ચાલી રહી હોવા છતા પોતાના જીવને જોખમ મુકી રહ્યા છે. રવિવારે બપોરે ખૂણિયા મહાદેવ ધોધ ખાતે નાહવાનો આનંદ માણીને પરત ફરતા ૭૦ જેટલા સહેલાણીઓ રસ્તામા આવતા ઝરણાનું પાણી વરસાદને કારણે વધી જતા ફસાઈ ગયા હતા.આ બનાવની જાણ પાવાગઢ પોલીસને થતા પી.આઈ સહિત સ્ટાફ બનાવ સ્થળે પહોચી સહેલાણીઓને દોરડાની મદદથી બચાવી લીધા હતા.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે ચાલતા ગેસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સર્જાઈ, સભામાં મહત્વના મુદ્દે એજન્ડા ઉપર ચર્ચા

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વર્ષ 2017 થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!